દિલ્હીના શેલ્ટર હોમમાં હેવાનિયત, છોકરીઓના પ્રાઈવેટ પાર્ટમાં લાલ મરચું નાખીને દંડાથી મારતા હતા નરાધમો

Delhi Shelter Home Case: દિલ્હીના દ્વારકા શેલ્ટર હોમમાં જ્યારે દિલ્હી મહિલા આયોગ દ્વારા બનાવાયેલી એક ટીમ પહોંચી ત્યારે ત્યાંની છોકરીઓએ રૂંવાડા ઊભા કરી દે તેવા ખુલસાઓ કર્યા. છોકરીઓએ કહ્યું કે તેમને ખરાબ માર મારવામાં આવતો હતો અને સ્ટાફ તેમને અનુશાસનમાં રાખવા પ્રાઈવેટ પાર્ટમાં મરચું ભરી દેતા.

દિલ્હી મહિલા આયોગની ટીમે 6થી 15 વર્ષની છોકરીઓ સાથે વાત કરી, તેમણે કહ્યું કે મહિલા સ્ટાફ સજાના ભાગરૂપે તેમના પ્રાઈવેટ પાર્ટમાં મરચું પાવડર ભરી દેતા ગતા. તેમને મરચું ખાવા પણ મજબૂર કરાતા હતા. તે સિવાય, છોકરીઓ પાસે વાસણ, રૂમ અને ટૉયલેટ પણ સાફ કરાવાતા હતા.

શેલ્ટર હોમમાં પૂરતો સ્ટાફ ન હોવાના કારણે છોકરીઓ પાસેથી રસોડાના કામ પણ કરવામાં આવતા. સ્ટાફની વાત ન માનવા અને રૂમ સાફ ન કરવા પર તેમને દંડાથી મારવામાં આવતી. ગરમી અને ઠંડીના દિવસોમાં તેમને ઘરે પણ નહોતી જવા દેવામાં આવતી. જુવેનાઈલ જસ્ટિસ એક્ટની સેક્શન 75 અને પૉક્સો એક્ટની સેક્શન 6 હેઠળ શેલ્ટર હોમની વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

કમિટીના સભ્યોએ આરોપોની જાણકારી દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલને આપી જેમણે શુક્રવારે રાત્રે 8 વાગ્યે શેલ્ટર હોમની મુલાકાત કરી.

આ પણ વાંચો : અવાજ કરતા LKGના બાળકોના મોંઢા પર એક શિક્ષકે લગાવી ટેપ, વીડિયો થયો વાઈરલ

માલીવાને દ્વારકાના ડીસીપીને ફોન કર્યો જેમણે છોકરીઓનું સ્ટેટમેન્ટ લેવા શેલ્ટર હોમમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટીમ મોકલી. બાળકોની સુરક્ષા માટે દિલ્હી આયોગના કાઉન્સિલર્સ અને પોલીસ હવે 24 કલાક શેલ્ટ હોમમાં હાજર છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Airports put on high alert after Air India’s Mumbai control centre gets a hijack threat - Tv9

FB Comments

Hits: 3520

Comments are closed, but trackbacks and pingbacks are open.