VIDEO: સળગતી ઈંઢોણી સાથેના રાસ-ગરબા જોઈને તમે પણ ચોંકી જશો, રાજ્યભરમાંથી લોકો જોવા આવે છે આ ખાસ રાસ

જામનગરના કડીયાવાડ વિસ્તારમાં આવેલા ગરબીમંડળમાં સળગતી ઈંઢોણી માથે મૂકીને યુવતીઓ ગરબા અને રાસ રમે છે. આ ઈંઢોણી બાજરાનો લોટ, દિવેટ, કપૂર, તેલ, ધુપ અને ગુગળથી તૈયાર કરવામાં આવે છે. સળગતી ઈંઢોણી સાથે અહીં 4 દાયકાઓથી યુવતીઓ નવરાત્રીમાં માતાની પૂજા અર્ચના કરે છે.

અહીં માત્ર યુવતીઓના ઈંઢોણી રાસ જ નહીં પરંતુ યુવકોના રાસ પણ સૌનું ધ્યાન આકર્ષે છે. યુવકો અહીં સળગતા સ્વસ્તિક વચ્ચે પરંપરાગત વસ્ત્રોમાં રાસ રમે છે. આ રાસની તૈયારીઓ માટે એક મહિના સુધી યુવકો તૈયારીઓ પણ કરતા હોય છે. માતાની આસ્થા સાથે રમાતા આ રાસ-ગરબામાં છેલ્લા 4 દાયકામાં કોઈ દુર્ઘટના થઈ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ 

શહેરોમાં જ્યાં અવાર્ચીન ગરબા ડિજે પર ફિલ્મી ગીતો સાથે રમાતા હોય છે. ત્યારે જામનગરમાં પ્રાચીન ગરબા રાસ જીવંત છે અને પરંપરાગત રાસને જાળવી રાખવાના આ પ્રયાસને લોકો આવરે છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન આર્વાચીન ગરબાની ધુમ વચ્ચે અનેક પ્રાચીન ગરબાની પરંપરા જોવા મળે છે. જામનગરના એક એવા અનોખા પ્રાચીન ગરબા છે. જેને જોવાવાળા પણ દંગ રહી જાય છે. માથા પર સળગતી ઈંઢોણી લઈને પ્રાચીન રાસ રમે છે.

READ  ગણતંત્ર દિવસ પર જ આ રાજ્યમાં 4 બોંબ બ્લાસ્ટ, સુરક્ષા પર ઉઠ્યા સવાલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્થાનિક લોકોનું કહેવું છે કે અહી સળગતી ઈંઢોણી સાથે યુવતીઓ આશરે 15 મિનિટ સુધી સતત રાસ રમે છે, ખૈલેયાઓને માતા પર આસ્થા છે અને કોઈ અકસ્માત થતો નથી. હાલ સુધી કોઈ નાનો બનાવ પણ આગથી ઈજા થવાનો બન્યો નથી. આ ઈંઢોણી માટે બાજરાના લોટથી તૈયાર કરવામાં આવે છે. તેમાં દિવેટ, કપુર, તેલ, ધુપ ગુગળ સહીત ઈંઢોણી તૈયાર થાય છે. સળગતા સાથીયાની આગ વચ્ચે ખુલ્લા પગે યુવાનો ગરબા રમે છે.

READ  વિરાટ કોહલી અને ધોનીને કેટલો મળે છે પગાર? જાણો બધા ક્રિકેટરોની સેલેરી! જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments