તમે મોદી સરકાર માટે આપો આ એક નામ અને જીતો 1 લાખ રૂપિયા!

જો તમે કંઈક નવું વિચારી શકો છો કે તમારી અંદર કંઈક નવું કરવાનો જુસ્સો છે તો મોદી સરકાર તમારા માટે એક સારી તક લાવી છે. જેમાં તમારે એક નામ આપવાનું થશે અને તે નામની પસંદગી થશે તો એક લાખ રુપિયા ઈનામ પેટે મળશે.

દેશમાં બુલેટ ટ્રેન ચલાવા માટે તે પ્રોજેકટ પર ઝડપી કામ ચાલી રહ્યું છે પણ સરકાર બુલેટ ટ્રેનને એક અલગ ઓળખાણ અને નામ આપવા માંગે છે. જ્યારે મુંબઈથી અમદાવાદની વચ્ચે ચાલનારી પહેલી બુલેટ ટ્રેન માટે નેશનલ હાઈ સ્પીડ રેલ ર્કોપોરેશને(NHSRCL) એક નેશનલ રાષ્ટ્રીય સ્પર્ધાની જાહેરાત કરી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 25 માર્ચ સુધી તમે અરજી કરી શકો છો. આ સ્પર્ધા હેઠળ તમારે બુલેટ ટ્રેનનું નામ આપવું પડશે અને એક માસ્કોટની ડિઝાઈન બનાવી પડશે. વિજેતાને સરકાર તરફથી 1 લાખ રૂપિયા રોકડા ઈનામ આપવામાં આવશે. આ સ્પર્ધાની જાહેરાત કરતા NHSRCLએ જણાવ્યું કે માસ્કોટની ડીઝાઈન સારી હોવી જોઈએ, જેના વડે  NHSRCLની પ્રતિષ્ઠામાં વધારો થાય અને લોકો સુધી પોતાની વાત પહોંચી શકે.

READ  આ બોલિવૂડ સેલેબ્સ પહેલા હતા એવા કે જોઈને ઓળખી જ ન શકો! જુઓ VIDEO

માસ્કોટ ડિઝાઈનનો એવોર્ડ

માસ્કોટ ડિઝાઈન સ્પર્ધાના વિજેતાને 1 લાખ રૂપિયા રોકડા આપવામાં આવશે તથા 5 પ્રોત્સાહન એવોર્ડ આપવામાં આવશે. દરેક પ્રોત્સાહન એવોર્ડ માટે 10 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે ટ્રેનના નામ માટેના વિજેતાને 50 હજાર રૂપિયા રોકડા અને પ્રોત્સાહન એવોર્ડમાં 5 હજાર રૂપિયા આપવામાં આવશે.

[yop_poll id=1731]

Top 9 National News Of The Day: 18/2/2020| TV9News

FB Comments