‘પેન્શન અને રોજગાર આપો નહીં તો ગુજરાતમાં દારુ વેચીશું’

રાજ્યના 12.56 લાખ દિવ્યાંગો છેલ્લાં એક વર્ષથી સરકાર સામે લડત લડી રહ્યાં છે. જંગે ચડેલાં દિવ્યાંગોની માગ છે કે સરકાર દ્વારા તેમના માટે માસિક રૂ. 500ની પેન્શન યોજના શરૂ કરવામાં આવે.

સરકારી જગ્યાઓમાં દિવ્યાંગો માટે ફાળવેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે તેમજ જો સરકારી જગ્યા ઉપલબ્ધ ના હોય તો સ્વનિર્ભર બની શકાય તે માટે ગલ્લાં કે સ્ટોલ ખોલવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવી આપવામાં આવે. જો કે સરકાર દ્વારા દિવ્યાંગોની વિવિધ માગો સંતોષવાની જગ્યાએ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ પણ આપતી નથી. વધારામાં દિવ્યાંગ અધિકાર મંચનો આક્ષેપ પણ છે કે સરકાર દ્વારા દિવ્યાંગ નિગમની જાહેરાત કરાઈ હતી તેમ છતાં તેના અમલીકરણ માટે કોઈ કાર્યવાહી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી.

 

READ  સુરતની એક સરકારી શાળામાં પ્રવેશ ન મળતા વિદ્યાર્થિનીઓ બેઠી ધરણા પર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પર વિરોધ દર્શાવ્યો, જુઓ VIDEO

સરકાર સામે લડત આપી કંટાળેલા દિવ્યાંગો આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક્ઠાં થયા હતા.  જ્યાં હાજર રહેલાં દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ સાથે ધરણાં પર બેઠેલાં દિવ્યાંગોએ આખરે કંટાળીને ચિમકી આપી છે કે જો તેમને સરકાર દ્વારા રોજગારી નહિ પુરી પાડવામાં આવે તો તેઓને મજબુરીવશ દારૂનો ધંધો શરૂ કરવાની ફરજ પડશે.

READ  જામનગરની ધ્રોલ APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.5630, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

Top News Stories From Mumbai: 20/2/2020| TV9News

FB Comments
About Nirmal 11 Articles
NIRMAL DAVE PRINCIPAL CORRESPONDENCE, TV9 GUJARAT GANDHINAGAR.