સમગ્ર વિશ્વમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ: દુનિયાભરમાં કેવી છે પરિસ્થિતિ જાણો સમગ્ર વિગત

global-coronavirus-cases-cross-378000-death-toll-passes-16500-as-pandemic-takes-hold

સમગ્ર વિશ્વ કોરોના વાઈરસના ભરડામાં આવી ગયું છે. પોઝિટિવ કેસ અને મોતનો આંકડો થોભવાનું નામ જ નથી લઈ રહ્યો. પોઝિટિવ કેસની સંખ્યા 3 લાખ 78 હજાર 840ને પાર કરી ગઈ છે. મોતનો આંકડો 16 હજાર 510ને આંબી ગયો છે. ચીન બાદ ઈટાલીમાં તો હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો: કોરોના : 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?

READ  IT ક્ષેત્રે મંદીની કોઈ અસર નહીં, અનેક નોકરીઓની તક

ઈટાલીમાં 24 કલાકમાં જ 601 લોકો કોરોનાનો કોળિયો બની ગયા હતા. આ સાથે જ ઈટાલીમાં મોતનો આંકડો 6 હજાર પર પહોંચી ગયો છે. જ્યારે ચીનમાં વધુ 7 લોકોનાં મોત સાથે મોતનો આંકડો 3277 થઈ ગયો છે. અમેરિકામાં 553 અને ઈરાનમાં મોતનો આંકડો 1812 પર પહોંચી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા બુલેટ ગતિએ વધવા લાગી છે. ફક્ત એક જ દિવસમાં નોંધાયેલા નવા પોઝિટિવ કેસની વાત કરીએ તો અમેરિકામાં 10150થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો ઈટાલીમાં 4700થી વધુ, સ્પેનમાં 6300થી વધુ, જર્મની 4180થી વધુ, ફ્રાન્સ 3835થી વધુ, ઈરાન 140થી વધુ અને ચીનમાં 78 કેસ નોંધાયા છે.

READ  અમદાવાદ: મેટ્રો ટ્રેનનું કામ પૂરજોશમાં ફરી શરૂ, કોરોનાના કારણે બંધ હતી કામગીરી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments