VIDEO: વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 92 હજાર કેસ નોંધાયા, મોતનો કુલ આંકડો 2.71 લાખને પાર

Global coronavirus cases surpass 3.9 million

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 92 હજાર કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 39.16 લાખને પાર કરી ગયો છે. નવા 5 હજાર 700થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.71 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 13.41 લાખ લોકો સાજા પણ થયા છે.

READ  VIDEO: દેશમાં એક જ દિવસમાં 6,570 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર

આ પણ વાંચો: VIDEO: વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે ફરી એકવાર ગેસ લીકેજ થતા આસપાસના ગામોને ખાલી કરાવાયા

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2129 લોકોનાં મોત થયા છે. પોઝિટિવ કેસનો આંકડો 12.93 લાખ પર પહોંચી ગયો છે. તો ફ્રાન્સમાં એક જ દિવસમાં 178 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 539 લોકોનાં મોત થયા છે. તો ઈટાલીમાં નવા 274 મોત સાથે મોતનો આંકડો 29 હજાર 958 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 213 મોત સાથે મોતનો આંકડો 26 હજારને પાર કરી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મુંબઈ: ગુજરાતી પરિવારના દિકરાએ એકેડેમીક અને સ્પોટર્સમાં હાંસલ કરી અનેક સિદ્ધીઓ, 15 વર્ષની ઉંમરમાં જ 70 મેડલ અને 20 જેટલી ટ્રોફી મેળવી

FB Comments