નોકરી: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં 40થી વધુ પોસ્ટ પર નોકરીની જગ્યા, અરજી કરવા માટે માત્ર 2 દિવસ

gmrc recruitment 2019 apply online for gujarat metro jobs gujarat metro rail corporation ma 40 thi vadhu post par bharti aarji karva mate matra 2 divas

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને (GMRC) જનરલ મેનેજર, જોઈન્ટ જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, એન્જિનિયર, સીનિયર સુપરવાઈઝર, સીનિયર સ્ટેશન કંટ્રોલર/ ટ્રેન ઓપરેટર ટ્રાફિક કંટ્રોલર અને RRV ઓપરેટર વગેરે સહિત કુલ 48 પોસ્ટ પર ભરતી માટેની જગ્યા બહાર પાડી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર 12 ડિસેમ્બર 2019 સુધી કે તેનાથી પહેલા ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

gmrc recruitment 2019 apply online for gujarat metro jobs gujarat metro rail corporation ma 40 thi vadhu post par bharti aarji karva mate matra 2 divas

ઉલ્લેખનીય છે કે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2019 છે. જનરલ મેનેજર માટે ઉમેદવારોનો અભ્યાસ B.E કે B.Tech હોવો જોઈએ તથા ઉમેદવાર પાસે ઓછામાં ઓછો 20 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશનનો અનુભવ પણ હોવો જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Police crime branch team attacked during liquor den raid in Amroli, Surat - Tv9 Gujarati

જનરલ મેનેજર (ફાઈનાન્સ)ના ઉમેદવારો કોમર્સ ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના મેમ્બર હોવા જોઈએ અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સંસ્થા કે વિશ્વ વિદ્યાલયથી ફાઈનાન્સમાં સ્પેશિયલાઈઝેશનની સાથે કોમર્સ ગ્રેજ્યુએટ અને MBA હોવા જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  PM મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74મા સત્રને સંબોધન કરશે, ઈમરાન ખાનના ભાષણ વખતે નહીં હાજર રહે PM મોદી!

 

 

ઉમેદવાર દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતવાર માહિતી અને સંબંધિત પોસ્ટની ઉંમર જોવા માટે માટે સત્તાવાર જાહેરાત જોઈ શકે છે. યોગ્ય ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુમાં પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે. આ પદ પર આવેદન કરવા માટે ઉમેદવારોને કોઈ ફી ચૂકવવી પડશે નહીં. ઉમેદવાર આ નોકરીને લગતી વધુ માહિતી માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઈટ પર જઈ શકે છે.

READ  Rajkot ODI : Hardik Patel threatens to block teams' way to stadium - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઈટ http://www.gujaratmetrorail.com/apply-online/

 

AMC sets up 'Food Control Room' amid coronavirus outbreak| TV9News

FB Comments