વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું…નીતિન ભાઈ મુંજાતા નહીં..હું તમને ટેકો આપવા આવ્યો છું

G'nagar: Don't worry Nitinbhai (Patel),Congress is with you, says LoP Paresh Dhanani in Vidhan Sabha

કોંગ્રેસેના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની ઓફર પછી પરેશ ધાનાણીએ પણ ગૃહમાં એક નિવેદન કર્યું છે. પરેશ ધાનાણીએ હાસ્ય ભાવમાં કહ્યું કે, નીતિન ભાઈ તમે મુંજાતા નહીં, કોંગ્રેસ તમારી સાથે છે. હું તમને ટેકો આપવા માટે આવ્યો છું. જો કે. ધાનાણીના આ નિવેદન પછી જિતુ વાઘાણીએ બચાવમાં કહ્યું કે, વિપક્ષ જે રીતે બોલે તે યોગ્ય નથી.

READ  પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવાની જાહેરાત તો કરી દીધી પણ કાર્યકર્તાઓ જ નથી મળી રહ્યાં!

આ પણ વાંચોઃ તાલિબાન-અમેરિકા વચ્ચે સમજૂતી બાદ ટ્ર્મ્પે આપી દીધી આ મોટી ધમકી….

વિશ્વ ઉમિયાધામમાં નીતિન પટેલે એકલા પડી ગયા હોવાનું નિવેદન કર્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કૉંગ્રેસે વિધાનસભામાં નીતિન પટેલને ખુલ્લી ઓફર કરી છે. કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે ગૃહમાં કહ્યું કે તેઓ એકલા નથી પડી ગયા કૉંગ્રેસ તેમની સાથે છે. નીતિન પટેલ 15થી 20 ધારાસભ્યો લઈને કૉંગ્રેસમાં આવે તો કૉંગ્રેસ તેમને સીએમ બનાવશે. ઠુમ્મરની આ ટિપ્પણી પર પ્રદીપસિંહ જાડેજાએ પણ ટકોર કરી. તેમણે કહ્યું કે ગત વખતે તમારા 12 ધારાસભ્યો જતા રહ્યા હતા. એટલે તમે તમારું ઘર સંભાળો.

READ  VIDEO: વિધાનસભાના ચાલુ સત્રમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ અવિશ્વાસની દરખાસ્ત મૂકશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments