‘અદાણી ગો હોમ’ : હવે વીમા કંપનીઓએ કર્યો Carmichael Projectનો વિરોધ

ઑસ્ટ્રેલિયામાં અદાણી માઇનિંગના Carmichael Project સામે હવે કેટલીક વૈશ્વિક વીમા કંપનીઓએ મોરચો ખોલ્યો છે. વીમા કંપનીઓએ આ પ્રોજેક્ટને વીમા કવચ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

એસિયા ઇંસ્યોરંસ પોસ્ટમાં છપાયેલા અહેવાલ મુજબ પાંચ વીમા કંપનીઓ AXA, SCOR, FM GlObal, QBE અને Suncorpએ આ નિર્ણય કર્યો છે.

અદાણીનો Carmichael Project લાંબા સમયથી નાણાકીય પડકારોનો સામનો કરી રહ્યો છે. જોકે આ પ્રોજેક્ટને તાજેતરમાં ત્યારે રાહત મળી કે જ્યારે અદાણી એંટરપ્રાઇઝિસે નાણા રોકવાની જાહેરાત કરી. અદાણી માઇનિંગના સીઈઓ લ્યૂકાસ ડાઉએ જાહેરાત કરી હતી કે અદાણી માઇનિંગના Carmichael Project માઇન એન્ડ રેલ પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપ તરફથી સો ટકા રોકાણ કરવામાં આવશે. અદાણી ગ્રુપે આ નિર્ણય એટલા માટે કરવો પડ્યો, કારણ કે પર્યાવરણીય સમૂહો અને બૅંકોએ ફાઇનાંસ આપવાનો ઇનકાર કરી દિધો.

READ  મહારાષ્ટ્રમાં રાજ્યપાલે ભાજપને બહુમતિ સાબિત કરી સરકાર બનાવવા આપ્યો સમય

જોકે બિઝનેસ સ્ટાંડર્ડના જણાવ્યા મુજબ કેટલીક મુખ્ય વીમા કંપનીઓના ઇનકાર કરવાનો એ મતલબ નથી કે અદાણી માઇનિંગ માટે તમામ વિકલ્પો બંધ થઈ ગયા. જ્યારે વીમા માટે વૈશ્વિક બજાર ઝડપથી વધી રહ્યું છે, ત્યારે અનેક એવી કંપનીઓ છે કે જેઓ પ્રીમિયમનો મોટો ભાગ કાઢવા માટે ઉદ્યોગો પર નિર્ભર છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

અદાણી માઇનિંગનું કહેવું છે કે મોટાભાગના કારોબારની જેમ વીમા વ્યવસ્થા પણ વ્યાવસાયિક આત્મવિશ્વાસથી ભરપૂર છે. કોઈ પણ અન્ય ઑસ્ટ્રેલિયન સંગઠનની જેમ અદાણી ઑસ્ટ્રેલિયા પણ સુનિશ્ચિત કરે છે કે અમારી પાસે વિવિધ વ્યાવસાયિક પ્રવૃત્તિઓને કવર કરવા માટે જરૂરી વીમો છે.

READ  વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતે ફટકાર્યા 352 રન, શિખર ધવનની દમદાર સદી

કોલ ઇંડિયા લિમિટેડની કોલસા ખામોનો પણ વીમો નથી, પણ તેમની પાસે સહયોગી સુવિધાઓ છે. તેવી જ રીતે નેવેલી લિગ્નાઇટે વર્ષોથી ચાલતા વીજળી સંયંત્રો અને ખાણો માટે એક વ્યાપક કવર લાગુ કર્યો છે.

[yop_poll id=348]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

We've completed the project of manufacturing ventilators in just 10 days: Parakramsinh Jadeja | TV9

FB Comments