દુનિયાના એકમાત્ર CM જે છે કેન્સરના દર્દી અને નાકમાં ડ્રીપ લગાવીને પહોંચ્યા જનતાનું કામ કરવા!

સામાન્ય રીતે આપણા સૌ કોઈના માનસપટલ પર રાજકારણીઓ અને નેતાઓની કેવી છબી છે? જેઓ કામ કરવાની જગ્યાએ મોટી મોટી વાતો કરતા જોવા મળે. જાતે કામ કરવાના બદલે કાર્યકર્તાઓ અને અધિકારીઓને ઓર્ડર આપતા જોવા મળે. પણ ભાગ્યે જ કોઈ નેતા પોતાના પદ અને જવાબદારીઓ પ્રમાણે કામગીરી કરતા જોવા મળે. અને આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું રવિવારે ગોવામાં.

આ ફોટોમાં ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના નાકમાં દવાની એક પાઈપ નીકળેલી છે, છતાં પણ તેઓ કેટલાં સક્રિય છે! બીમાર હોવાના કારણે તેમનું શરીર પણ પહેલા કરતા નબળું દેખાઈ રહ્યું છે પણ તેમના જુસ્સા અને કામ કરવાની ધગશ, ગતિમાં કોઈ ઉણપ નથી દેખાઈ રહી.

ગોવાના મુખ્યપ્રધાન હાલ કેન્સર સામે જિંદગીની જંગ લડી રહ્યાં છે. આ બીમારીના કારણે તેમનું શરીર પણ નબળું પડી ગયેલું દેખાય છે. પણ તેમની બીમારી તેમની ફરજ કે દેશસેવાની વચ્ચે નથી આવી રહી. રવિવારે ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકર ગોવામાં બની રહેલા જુઆરી બ્રિજ અને ત્રીજા માંડવી બ્રિજની મુલાકાત લેવા પહોંચે.

એક ફોટોમાં મનોહર પર્રિકર રાજ્યના PWD વિભાગના અધિકારીઓ સાથે કામ અંગે વાત કરતા દેખાઈ રહ્યા છે. આ ફોટામાં સ્પષ્ટપણે જોવા મળે છે કે મનોહર પર્રિકરના નાકમાંથી એક ડ્રીપ (પાઈપ) નીકળેલી દેખાઈ રહી છે.

તો બીજા ફોટોમાં તેઓ બ્રિજ ઉપરથી નીચે ટ્રાફિકનું નિરીક્ષણ કરી રહ્યાં છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આ પહેલા તેમના જેટલા પણ ફોટોગ્રાફ્સ આવતા હતા તે હોસ્પિટલ કે તેમના ઘરની અંદરના જોવા મળતા. પરંતુ પાછલા 2 દિવસોથી તેમની બહારની મૂવમેન્ટના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા છે. શનિવારે પણ મનોહર પરિકરે કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રીની સાથે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ગોવા કેમ્પસની આધારશિલાનો શિલાન્યાસ કર્યો હતો. તેની જાણકારી આપતા ફોટોગ્રાફ્સ તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યા હતા.

આ પણ વાંચો: ઈશા અંબાણીના લગ્નમાં મહેમાનોને ભોજન પીરસતા અમિતાભ બચ્ચનના વીડિયો પર કેમ અભિષેકે આપવી પડી સફાઈ?

મનોહર પર્રિકરના આ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર આવતા લોકો તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યાં છે.

[yop_poll id=258]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat: 17/6/2019| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

પત્નીઓ જરૂર જોવે મહાન ક્રિકેટર ધોનીનો આ ફોટો અને પોતાના પતિને પણ બતાવે

Read Next

વાહ! શું ગર્લફ્રેન્ડ છે! બૉયફ્રેન્ડ માટે કરી 85 લાખની ચોરી પણ કેમ, ક્યારે અને ક્યાં? જુઓ VIDEO

WhatsApp પર સમાચાર