ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત સોનાના ભાવમાં મોટો વધારો, ત્રણ દિવસમાં 2300 રૂપિયાનો વધારો

Gold prices hit lifetime high of ₹42,100 per 10 gm

રેકોર્ડબ્રેક ઉંચાઇ પર સોનાનો ભાવ પહોંચી ગયો છે. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 42000ને પાર કરીને 42100 પર પહોંચી ગયો છે. માત્ર 3 દિવસમાં જ સોનાના ભાવમાં 2300 રૂપિયાનો વધારો થયો છે. અને હજુ પણ સોનાના ભાવ વધે તેવી શક્યતા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઇ છે. ત્યારે તેની અસર સોનાના ભાવ પર પડી રહી છે. સોનાના ભાવ વધતા પાછળ અનેક કારણો જવાબદાર છે. પહેલુ તો અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવની સ્થિતિ વધતા સોનાના ભાવ વધી રહ્યા છે. તો બીજુ કારણ છે વ્યાજદરોમાં ઘટાડો. છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય બેંકો તરફથી વ્યજદરોમાં ઘટાડો કરાયો છે. જેના કારણે સોનાની કિંમતો વધી રહી છે.

READ  સોનામાં તેજી જ તેજી! પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45,000 રૂપિયાને પાર

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, ઓનલાઈન વેરિફિકેશન કરવામાં આવશે

ત્રીજુ કારણ છે સોનામાં રોકાણ. છેલ્લા કેટલાક સમયથી સોનામાં રોકાણ વધ્યું છે. સોનામાં ભાવ વધવાની શક્યતાના કારણે લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે. જેના કારણે ભાવમાં પણ ભડકો થઇ રહ્યો છે. તો સોનાના ભાવમાં તેજીનું બીજુ એક મોટુ કારણ છે એક્સચેંજ ટ્રેડેડ ફંડ એટલે કે ઇટીએફની ખરીદી. ગત વર્ષે ગ્લોબલ ઇટીએફ લેવાલીમાં લગભગ 295 ટનનો નફો થયો અને ઇટીએફ હોલ્ડિંગ વર્ષના અંતમાં 2308.6 ટન રહ્યું. તો સોનામાં ભાવ વધારાનું પાંચમું કારણ છે દુનિયામાં આર્થિક મંદી. અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા 18 મહિના દરમિયાન વેપારી મુદ્દાઓને લઇને ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જેના કારણે અર્થવ્યવસ્થાના વિકાસની ઝડપ સુસ્ત પડી ગઇ છે. આ જ કારણ રહ્યું કે હાલ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

READ  સોનું થયું સસ્તું! ભાવમાં રૂ. 1 હજારનો ઘટાડો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments