સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ, વર્ષના અંત સુધીમાં રૂપિયા 45 હજારની સપાટી વટાવે તેવા સંકેત

Gold prices hit record high, may cross Rs. 45,000 per 10 grams sona no bhav all time high varsh na aant sudhi ma rupiya 45 hajar ni sapati vatave teva sanket

સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. 500 રૂપિયાના વધારા સાથે સોનાનો ભાવ રૂપિયા 42,900ની સર્વોચ્ચ ટોચે પહોંચી ગયો છે. સામાન્ય વર્ગ લગ્નસરામાં એવું ઈચ્છતો હોય કે સોનાનો ભાવ ઘટે તો તેઓ સોનું ખરીદી લે. પરંતુ હવે ચાલું વર્ષ દરમિયાન સોનાનો ભાવ ઘટવાના કોઈ સંકેત નથી. ઉલ્ટાનું વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ 45 હજાર રૂપિયાની સપાટી વટાવે તેવા સંકેત છે.

READ  હાર્દિક પટેલને મોટી "જવાબદારી" ગુજરાત કોંગ્રેસના "કાર્યકારી પ્રમુખ" બનાવાયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સેફહેવન બુલિયન માર્કેટમાં લાંબા સમય બાદ તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1600 ડોલરની સપાટી કૂદાવતા અમદાવાદ ખાતે સોનું પ્રતિ 10 ગ્રામ 500ના વધારા સાથે 42,900 પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીમાં ઝડપી 1,200નો સુધારો થઈ 48,500 ક્વોટ થતી હતી. સોના-ચાંદીમાં તેજીનું મુખ્ય કારણ કોરોના વાયરસ અને ચીને વ્યાજદરમાં ઘટાડો કરતા ફંડામેન્ટલ મજબૂત બન્યાં છે.

READ  સોનાની કિંમતમાં એક પછી એક ઉછાળો આવતા સૂવર્ણ કસબીઓને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઉપરાંત સેન્ટ્રલ બેન્કો અને હેજફંડોનું પણ આકર્ષણ વધ્યું હોવાના કારણે સોનું વધી 1,615 ડોલર અને ચાંદી 18.35 ડોલરની સપાટી કુદાવી છે. જોકે, સોના-ચાંદીની તુલનાએ પેલેડિયમ અને પ્લેટિનમમાં તોફાની તેજી જોવા મળી હતી. સોનાના ભાવ વર્ષ 2020ના અંત સુધીમાં પ્રતિ 10 ગ્રામના રૂપિયા 45,000ની સપાટી કૂદાવે તેવા સંકેતો છે. માર્ચમાં સોનું 43,500ની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે.

READ  અમદાવાદ: મોદી-ટ્રમ્પના રોડ શો દરમિયાન વિરોધ પ્રદર્શન ન થાય તેનું આ પ્રકારે ખાસ ધ્યાન રખાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ચીનમાં કોરોનાનો કહેર યથાવત, મૃત્યુઆંક 2 હજારને પાર પહોંચ્યો

FB Comments