પાકિસ્તાનમાં મચ્યો હાહાકાર! 10 ગ્રામ સોનાની કિંમત 1 લાખ રૂપિયાની નજીક

પાકિસ્તાનમાં સામાન્ય માણસની મુશ્કેલીઓ દરરોજ વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ પછી હવે સોનાના ભાવ દેશના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાનો ભાવ 90 હજાર પાકિસ્તાની રૂપિયા ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. છેલ્લા એક મહિના દરમ્યાન, પાકિસ્તાનમાં સોનું પ્રતિ દસ ગ્રામ રૂ.12,840 પર પહોંચી ગયું હતું. ભારતમાં 10 ગ્રામ સોનાની કિંમત 39,970 રૂપિયા છે. જ્યારે પાકિસ્તાનમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 90,000 પાકિસ્તાની રૂપિયા છે. આ ભારત કરતા બમણાથી પણ વધારે છે.

READ  VIDEO: સુરતના કતારગામમાં 16 માસના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઓલ સિંધ સરાફા જ્વેલર્સ એસોસિએશન કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારાને કારણે ઘરેલુ સ્તરે ભાવો વધી રહ્યા છે. આગામી કેટલાક દિવસોમાં ઘરેલું સ્તરે સોનું પણ 1 લાખ રૂપિયાના ભાવને પાર કરી શકે છે. એએસએસજેએના પ્રમુખ હાજી હારૂન રશીદ ચાંદ કહે છે કે હવે પાકિસ્તાનમાં સોનાની ખરીદી સામાન્ય માણસની બસની બહાર થઈ ગઈ છે. કારણ કે દૈનિક ખર્ચ સહન કરવો સામાન્ય માણસ માટે મુશ્કેલ બની રહ્યો છે. તે જ સમયે, પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે સતત અનિશ્ચિતતાને કારણે વિદેશથી પણ રોકાણ આવી રહ્યું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી તેજ! ભારતને રહેવું પડશે શતર્ક, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા લોકોને AC કોચ જેવી સફાઈની સુવિધા મળશે, જાણો કેવી રીતે

 

[yop_poll id=”1″]

 

Andhra Pradesh: Several missing as boat capsizes in East Godavari district| TV9GujaratiNews

FB Comments