ગેરકાયદે શિકારના આરોપમાં ફસાયો બૉલિવૂડ અભિનેત્રીનો પૂર્વ પતિ અને દેશનો મોટો ખેલાડી

દેશના એક મોટો સ્પોર્ટ્સમેન (ખેલાડી)ની ધરપકડ કરવામાં આવી છે. આ ખેલાડી પર બહરાઈચના જંગમાં શિકાર કરવાનો આરોપ છે. અને આ ખેલાડી પાસેથી એક રાઈફલ અને જનાવરની ખાલ (ચામડી) પણ મળી આવી.

આ ખેલાડી એટલે જાણીતા ગૉલ્ફર જ્યોરિ રંધાવા. ગેરકાયદે શિકારનો આ કેસ ઉત્તર પ્રદેશના બહરાઈચનો છે જેના આરોપસર અહીં રંધાવાની ધરપકડ કરવામાં આવી છે. રંધાવા પાસેથી એક રાઈફલ પણ મળી આવી છે અને એક જનાવરની ખાલ પણ.


સ્થાનિક પ્રશાસન પ્રમાણે જ્યોતિ રંધાવા પોતાના એક સાથી મહેશની સાથે બહરાઈચના જંગલમાં હાજર હતા. અહીં વન નિભાગની ટીમે સંદિગ્ધ ગતિવિધિ જોતા તેમની ગાડી રોકી તો આ બાબતનો ખુલાસો થયો. તપાસમાં જ્યોતિ રંધાવાની ગાડીની સાથે એક રાઈફલ પણ મળી આવી. સાથે જ સાંભરની ખાલ અને એક જંગલી મરઘો પણ જપ્ત કરવામાં આવ્યો.

આ પણ વાંચો : BJPના નેતાની દાદાગીરી, ‘અખિલેશ ઝિંદાબાદ’ બોલતા દિવ્યાંગના મોઢામાં દંડો નાખી દીધો

હાલમાં જ રંધાવાને મહારાષ્ટ્રના યવતમાલમાં આદમખોર બનેલી વાઘણ અવનીને શોધતી એક ટીમમાં સામેલ કરવામાં આવી હતી. વાઘણની શોધ માટે બનેલી એક વિશેષ ડૉગ ટીમનું નેતૃત્વ જ્યોતિ રાંધવે જ કર્યું હતું. આ માટે તેમને ખાસ કરીને દિલ્હીથી યવતમાલ બોલાવાયા હતા. અને હવે તે જાતે જ ગેરકાયદે શિકારના આરોપમાં ફસાયા છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હાલ તો પોલીસે તેમની વિરૂદ્ધ લાગૂ પડતી કલમો અંતર્ગત કેસ નોંધી દીધો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

1994થી પ્રોફેશનલી ગૉલ્ફ રમતા જ્યોતિ રંધાવા એશિયન ટૂરથી લઈને યૂરોપિયન ટૂરમાં ભાગ લઈ ચૂક્યા છે. 204ની યૂરોપિયન ટૂર પર તે પોતાની તાકાત દર્શાવી ચૂક્યા છે.

46 વર્ષીય જ્યોતિ રંધાવાએ બૉલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2014માં બંનેના છૂટાછેડા થઈ ગયા. જ્યોતિ-ચિત્રાંગદાનો એક દીકરો પણ છે જેની કસ્ટડી ચિત્રાંગદાને મળી છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

"Abki Baar, Chham Chham BJP Sarkaar" mocks Congress MLA Chhagan Bhujbal- Tv9

FB Comments

Hits: 776

Comments are closed, but trackbacks and pingbacks are open.