અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, વાત્રક, મેશ્વો સહિતના જળાશયોમાં આવ્યા નવા નીર

અરવલ્લી અને ઉપરવાસમા છેલ્લાં સપ્તાહ દરમિયાન સારો વરસાદ વરસવાને લઈને જળાશયોમાં નવી પાણીની આવક થઈ છે.  જેને લઈને માઝૂમ જળાશય હવે ૯૬ ટકાની સપાટીએ પહોંચી ગયું છે.  પોણાં ફુટ જેટલી જ સપાટી હવે ઓવરફ્લો થવાથી દુર રહેવા પામતા રાહતના સમાચાર સાંપડ્યા છે. વાત્રક અને મેશ્વો જળાશયમા પણ નવા પાણી આવતા આમ ત્રણેય મહત્વના જળાશયો નામ સપાટીમાં વધારો થયો છે.Guja

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અરવલ્લી જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે જિલ્લાના ડેમ જળાશયમાં પાણીની આવકમાં વધારો થયો છે.  માઝૂમ  ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે.  માઝુમ ડેમ તેની મુખ્ય સપાટી થી માત્ર એક ફુટ થી પણ ઓછુ  જેટલું દૂર છે. હાલમાં ૧૫૬.૯૧ મીટર જળસપાટી અને ભયજનક સપાટી ૧૫૭.૧૦ મીટર છે.  માઝુમ ડેમ 95.91% ભરાઈ ચુક્યો છે, ઉપરવાસમાં સારો વરસાદ વરસે અને હજુ પણ પાણીની આવક જળવાય રહેતો માજુમ ડેમમાંથી પાણી છોડવું પડે એવી  શકયતા નિવારી શકાય નહી.
જોકે બુધવારે સાંજે ચાર કલાક સુધીમાં માઝૂમ જળાશયમા પાણીની આવક 200 ક્યુસેક જ નોંધાઈ હતી. જો કેચમેન્ટ એરીયામાં વરસાદ હજુ થાય તો માઝૂમ ડેમની ભયજનસ સપાટી સુધી જળ સ્તર પહોંચી શકે. હાલની ડેમની સ્થિતિ પ્રમાણે વહીવટી તંત્રએ પણ માઝુમ ડેમના કિનારાના 19 ગામોને પણ નદી કિનારે અવરજવર માટે સાવચેત રહેવા તાકીદ કરતી સુચના જાહેર કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટમાં બહેનોને બસમાં મફત મુસાફરીની ભેટ! જુઓ VIDEO

શામળાજી નજીક આવેલ મેશ્વો ડેમ પણ તેની ભયજનક સપાટી ૨૧૪.૫૯ મીટર નજીક એટલે કે ૨૧૩.૯૫ મીટરે પહોચ્યો છે. મેશ્વો જળાશયમા હાલ ૯૨.૮૦ ટકા પાણીનો જથ્થો સ્ટોરેજ થઈ શક્યો છે. વાત્રક ડેમમાં ૧૭૦૦ ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમની મુખ્ય સપાટી ૧૩૬.૨૫ મીટર છે.  જ્યારે હાલ ડેમમાં પાણીની આવક થતા ૧૩૩.૪૭ મીટરે પહોંચી છે. આમ વાત્રક જળાશયમા ૬૦.૯૮ ટકા જેટલો પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે.
અરવલ્લી જીલ્લાના અન્ય જળાશયોમાં વૈડી જળાશય પણ સંપુર્ણ ભરાઇ ચુક્યો છે આમ જિલ્લાના જળાશયો મહંદઅંશે ભરાયેલા રહેતા આગામી ખેતીની સિઝનમાં ખેડુતોને માટે સિંચાઇની રાહત રહેવા પામશે. જળાશયોમાં નવા નીરની આવક થતા ભરાયેલા જળાશયોના દ્રશ્યો આહલાદક અને નયન રમ્ય દેખાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જીલ્લાનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાના આંકને પાર કરી ચુક્યો છે. આ તમામ માહિતી બુધવારના સાંજ સુધીની છે અને વધુ વરસાદ પડવાથી પરિસ્થિતિ બદલાઈ શકે છે.

Students forced to write letters in support of CAA, alleges Congress leader Arjun Modhwadia |TV9News

FB Comments