તમે ક્રિકેટ રમ્યા વગર પણ કમાઈ શકો છો લાખો રૂપિયા, ક્રિકેટના મેદાન પર હોય છે આ નોકરીઓ

ક્રિકેટ જગતમાં બોલર અને બેટસમેન આંતરરાષ્ટ્રીય સ્તરે લાખો રૂપિયામાં કમાણી કરે છે પણ ક્રિકેટની ફિલ્ડમાં કરિયર બનાવવા માટે તેનાથી પણ વધારે ક્ષેત્ર છે જ્યાં ક્રિકેટ રમ્યા વગર સારૂં ભણતર મેળવીને પણ પ્રવેશ કરી શકાય છે અથવા તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ રમ્યા વગર ક્રિકેટમાં સારૂ ભવિષ્ય બનાવી શકો છો. જો તમે ક્રિકેટના ચાહક છો અને ક્રિકેટ રમ્યા વગર ક્રિકેટની દુનિયાની તમારૂ કરિયર બનાવવા ઈચ્છો છો તો આ કરિયર તમારા માટે હોય શકે છે.

1. મેચ રેફરી (Match Referee)

ICCના કોડ ઓફ કંડક્ટનું કોઈ પણ જગ્યાએ ઉલ્લંઘન ના થાય તેની જવાબદારી મેચ રેફરીની હોય છે. આ કોડ ઓફ કંડક્ટનું કોઈ પણ ઉલ્લંઘન થાય તો તેના માટે દંડ નક્કી કરવાની જવાબદારી મેચ રેફરી હોય છે. તેના માટે ક્રિકેટ જગતના બધા જ કાયદા-કાનૂનની જાણ હોવી ખુબ જરૂરી છે. પ્રથમ શ્રેણી ક્રિકેટ રમતા પૂર્વ ખેલાડી BCCIમાં મેચ રેફરી છે. T-20 મેચ સિવાય તેમને 30 હજાર રૂપિયા પ્રતિ દિવસ સેલરી આપવામાં આવે છે. તે સિવાય આઉટ સ્ટેશન માટે પણ ભથ્થા પણ આપવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વ કપમાં એમ્પાયરિંગ કરી રહેલા કુમાર ધર્મસેના સોશિયલ મીડિયા યુઝર્સના નિશાને આવ્યા, Memes થયા વાયરલ

2. વીડિયો એનાલિસ્ટ (Video Analytics)

ક્રિકેટ મેદાનમાં રમી રહેલી બંને ટીમોની મેચનું વીડિયો એનાલિસિસ કરવું સરળ નથી. તેમને એ બતાવવાનું હોય છે કે કોઈ ટીમના કયા બોલર કે બેટસમેનની શું ખામી સામે આવી. BCCI સીનિયર વીડિયો એનાલિસ્ટને 15 હજાર રૂપિયા પ્રતિ દિવસ ચૂકવણી કરે છે. આ કરિયર માટે તમારે આ ક્ષેત્રની ટેકનીકલ જાણકારીની સાથે સાથે ક્રિકેટની પણ જાણકારી હોવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3.Cricket Statistician

મેચના આંકડાઓનું વિશ્લેષણ કરવાનું કામ Cricket Statisticianનું હોય છે. કોઈ ખેલાડીએ કેટલા રન બનાવ્યા અને કેટલી વિકેટ લીધી તેના આંકડા રાખવાનું કામ સ્કોરરનું હોય છે. તેમને પ્રતિદિવસ લગભગ 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. Cricket Statistician બનવા માટે તમારે ગણિત વિષય સાથે B.sc અને M.sc પછી Ph.D.in Statisticsનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

4. ક્રિકેટ કિટ મેન્યુફેક્ચર (Cricket Kit Manufacturers)

ક્રિકેટના બોલ, બેટ, ગ્લવ્ઝ, પેડ્સ સહિત ક્રિકેટની પુરી કિટ બનાવીને વેચવાથી મોટો ફાયદો થાય છે. એક કંપની તરીકે પણ તમે તેની શરૂઆત કરી શકો છો. જો તમે B.Com પછી MBA કે બિઝનેસ સંબંધીત કોઈ કોર્સ કર્યો હોય તો તમને તેનો ફાયદો મળી શકે છે.

READ  પશ્ચિમ બંગાળમાં મમતાએ BJP ઓફિસ પર કર્યો કબ્જો, હવે શું કરશે ભાજપ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

5. ક્રિકેટર્સ મેનેજર (Cricketers Manager)

જાણીતા ખેલાડીઓના મેનેજર સિવાય ક્રિકેટમાં ઓપરેશન મેનેજરની પણ પોસ્ટ હોય છે. આ એ પોસ્ટ છે જેમાં તમારે ટીમના બધા જ ખર્ચ, તેમની જરૂરિયાત પ્રમાણે સામાન અને અન્ય સુવિધાઓનું ધ્યાન રાખવાનું હોય છે. તેમની કમાણી વર્ષે 15 લાખ રૂપિયા જેટલી હોય છે.

6. ક્યૂરેટર (Curator)

તમે ટોસ જીત્યા પછી શરૂ થતી રમતને જોવો છો પણ તમે 22 યાર્ડની પિચને તૈયાર કરનારા ક્યૂરેટરની ભૂમિકા પણ ક્રિકેટમાં ઓછી નથી. માટી અને પિચ વિશેની જાણકારી રાખનારા વિદ્યાર્થીઓ તેમનું કરિયર કયૂરેટર તરીકે બનાવી શકે છે. BCCI તરફથી તેના માટે સર્ટિફિકેટ કોર્સ પણ કરાવવામાં આવે છે. 2018માં જ 6 વર્ષ પછી ક્યૂરેટરની સેલરી વધારીને માસિક 1 લાખ રૂપિયા અને વાર્ષિક 12 લાખ રૂપિયા કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

7. અમ્પાયર (Umpire)

અમ્પાયર બનવા માટે રાજ્ય સ્તરની સ્પોર્ટસ બોડી પ્રયોગાત્મક અને લેખિત પરીક્ષાઓ કરવામાં આવે છે. જો વ્યક્તિ આ પરીક્ષામાં પાસ થઈ જાય છે તો તે BCCI દ્વારા આયોજિત કરવામાં આવતી અમ્પાયરિંગ પરીક્ષામાં બેસવા માટે યોગ્ય માનવામાં આવે છે. એક અહેવાલ મુજબ ભારતીય અમ્પાયર અનિલ ચૌધરી, સી.કે.નંદન અને સી. શમશુદ્દીનને દર મહીને 40 લાખ રૂપિયા IPL માટે આપવામાં આવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વન-ડેમાં આ રકમ બમણી થઈ જાય છે.

READ  સર્ચ એન્જિન ગૂગલે આ મહાન ભારતીય કલાકારને યાદ કરીને બનાવ્યું આ ખાસ પ્રકારનું 'ડૂડલ'

આ પણ વાંચો: યુવરાજ સિંહની ક્રિકેટમાંથી નિવૃતીને લઈને ગૃહ મંત્રી અમિતશાહે કર્યુ ટ્વિટ, જાણો શું કહ્યું ગૃહ મંત્રીએ

8. પત્રકાર અને PR (Journalist and PR )

જો તમે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરેલો છે તો તમે ક્રિકેટ જર્નલિસ્ટ કે બ્લોગર તરીકે પણ તમારુ કરિયર બનાવી શકો છો. તમારે તેના માટે ક્રિકેટમાં સારી સમજ હોવી જોઈએ. તમામ એજન્સીઓ તમારી પાસે ઈનપુટ કે આર્ટિકલ પ્રમાણે તમને પૈસા ચૂક્વે છે. તે સિવાય તમે ટીમ મેમ્બરના PRનું કામ પણ કરી શકો છો. આ નોકરીમાં પણ તમે વર્ષે લાખો રૂપિયા કમાઈ શકો છો.

 

Gandhinagar: 1404 Vidhya Sahayaks will get all benefits of regular teachers| TV9News

FB Comments