ભારતીય ટીમ માટે ખુશખબરી, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા આ સલામી બેટસમેન થઈ ગયો ફિટ

3 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે આજે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન બેટસમેન શિખર ધવન ઉપલબ્ધ રહેશે. 33 વર્ષના ધવન ઈજાગ્રસ્ત થવાને લીધે વિશ્વ કપ 2019માંથી બાહર થઈ ગયા હતા.

એમ.એસ.કે પ્રસાદની અધ્યક્ષતામાં પસંદગી સમિતીને ભારતીય સલામી જોડી નક્કી કરવા માટે હવે વધારે સમય નહી લેવો પડે. શિખર ધવન ત્રણે ફોર્મેટ માટે ફિટ થઈ ગયા છે. શિખર ધવન વિશ્વ કપ 2019માં ઓસ્ટ્રેલિયાની સામે 9 જૂને સદી ફટકારીને 117 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન તેમના હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમના અંગૂઠા પર પ્લાસ્ટર કર્યુ હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિશ્વ કપમાં ભારતને ફરી મોટો ઝટકો શિખર ધવન બાદ આ ખેલાડી થયો ટૂર્નામેન્ટમાંથી બહાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શિખર ધવન ઈજાગ્રસ્ત થયા પછી રોહિત શર્માની સાથે કે.એલ.રાહુલે વિશ્વ કપમાં ભારતીય ઈનિંગની શરૂઆત કરી હતી. ભારતીય ટીમ હવે 14 ઓગસ્ટ સુધી 3 ટી-20 અને 3 વન-ડે સીરીઝ રમશે. ત્યારબાદ ભારતીય ટીમ એન્ટીગુઆ અને જમૈકામાં બે ટેસ્ટ મેચ પણ રમશે.

[yop_poll id=”1″]

READ  પ્લાસ્ટિક પ્રદુષણને નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકાર સાથે મળીને અમૂલ શરૂ કરશે આ અનોખી પહેલ, ગ્રાહકને પણ થશે આ મોટો ફાયદો

 

આ પણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની આજે પસંદગી કરવામાં આવશે, આ 3 ખેલાડી બની શકે છે ધોનીના વિકલ્પ

 

Top News Headlines Of This Hour : 04-04-2020 | Tv9GujaratiNews

FB Comments