સરકારી કર્મચારીઓ માટે ખૂબજ સારી ખબર, પેન્શનથી જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે EPFO હવે જાતેજ આવી રહ્યું છે તમારા દ્વારે

EPFO starts Jeevan Praman Mobile van

અમદાવાદ EPFO ઓફિસે ખાસ નવતર પ્રયાસ હાથ ધર્યો છે જેમાં EPFO ઓફિસ દ્વારા મોબાઈલ વાન શરૂ કરાઈ છે. આ મોબાઈલ વાન જિલ્લા અને ગામડે જઈને કામગીરી કરશે અને કોઈપણ પેન્શનથી વંચિત ન રહી જાય તેવા પ્રયાસ કરશે.

EPFO starts Jeevan Praman Mobile van
EPFO starts Jeevan Praman Mobile van

રાજ્યભરમાં અંદાજે 3.92 લાખ પેન્શનર છે. આ લોકોએ પેન્શન ચાલુ રાખવા માટે વર્ષના અંતે જીવન પ્રમાણપત્રની પ્રક્રિયા કરવાની હોય છે. જેમાંથી 2.88 પેન્શનરોએ પક્રિયા પૂર્ણ કરી દીધી છે જોકે, ગ્રામ્ય વિસ્તાર અને છેવાડે રહેતા 1.04 લાખ લોકોએ જીવન પ્રમાણ પત્ર પ્રક્રિયા કરાવી નથી. જેથી આ પ્રક્રિયા પૂર્ણ થાય અને પેન્શનર પેન્શનથી વંચિત ન રહે તે માટે EPFO ઓફિસ દ્વારા ખાસ મોબાઈલ વાન શરૂ કરાઈ છે. આ મોબાઈલ વાન આણંદ, નડિયાદ, ખેડા, ભાવનગર, મેહસાણા ફરશે. પેન્શનર 9409110560 નંબર ડાયલ કરીને વાનનો સંપર્ક કરી શકે છે.

READ  PAAS leader Gaurang Patel admitted after chest pain - Tv9 Gujarati

અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 8 જેટલી EPFO ઓફિસ આવેલી છે. જ્યાં પણ આ પ્રકારે કામગીરી શરૂ કરાશે. અને તેમાં પણ ગુજરાતમાં આ પ્રકારનો પહેલો એવો પ્રયાસ અમદાવાદમાં કરવામાં આવ્યાનું અધિકારીનું માનવું છે. અને જો આ પ્રયાસ સફળ રહેશે તો આગામી દિવસમાં વધુ વાન પણ શરૂ કરાઇ શકે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=441]

READ  કમલ હસન પર 'હિંદુ આતંકવાદી' નિવેદનને લઈને ફેંકવામાં આવ્યું ચંપલ!

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192