ગૂગલ એક ખાસ સર્વિસ કરી બંધ, મોબાઈલ નેટવર્કને લઈને વધશે યુઝર્સની સમસ્યાઓ!

indian army-starts-to-install-mobile-towers-in-ladakh-amid-face-off with china

ભારતમાં ઘણીબધી ટેલિકોમ કંપનીઓ માટે એક મોટી ખબર આવી છે. ગૂગલે પોતાની એક ખાસ સર્વિસને બંધ કરી દીધી છે. આ સર્વિસનું નામ મોબાઈલ નેટવર્ક ઈનસાઈટ હતું અને ગૂગલે આ સર્વિસને 2017માં શરુ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રાજકોટમાં HFMD વાયરસની ચપેટમાં બાળકો, જાણો બચવા માટે શું કરવું જોઈએ?

આ સર્વિસ ટેલિકોમ કંપનીઓને ફ્રીમાં ઉપલબ્ધ ગૂગલ તરફથી કરાવવામાં આવતી અને તેને લઈને લોકોને ક્યાં કનેકશનમાં તકલીફ આવી રહી છે તેનો ખ્યાલ કંપનીઓને મળતો. ગૂગલની આ સર્વિસની મદદથી ટેલિકોમ કંપનીઓ ગ્રાહકની ફરીયાદના આધારે તેમજ વિવિધ ડેટાના આધારે પોતાની સર્વિસમાં સુધારા-વધારા કરી શકતા હતા. ગૂગલની આ સર્વિસના લીધે ટેલિકોમ કંપનીઓ જાણી શકતી હતી કે ક્યાં વિસ્તારોમાં નેટવર્ક ઓછું મળી રહ્યું અને ત્યાં કેવા પગલાં લઈ શકાય. આમ આ ટેલિકોમ કંપનીઓ માટે માર્ગદર્શક બનીને કામ કરતી.

READ  જો તમારી પાસે મોબાઈલ ફોન છે તો રહો સાવધાન! મોરબીમાં મોબાઇલ ફાટતા યુવકનું થયું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શા માટે ગૂગલે બંધ કરી આ સર્વિસ?


ગૂગલે એન્ડ્રોઈડ ફોનમાં આ સર્વિસ આપી હતી. સૌથી વધારે વિશ્વમાં લોકો એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે. ગૂગલની આ સર્વિસ યુઝર્સના લોકેશન ટ્રેક કરીને માહિતી મેળવવામાં સક્ષમ હતી. ગૂગલ પહેલાં પણ ડેટા પ્રાઈવસીને લઈને વિવાદોમાં રહ્યું છે. આથી ગૂગલને ચિંતા હતી કે આ સર્વિસના લીધે ડેટા પ્રાઈવસીનો ઈશ્યુ થઈ શકે છે. જેના લીધે ગૂગલે પોતાની આ સર્વિસને બંધ કરી દીધી છે.

READ  સરહદ પર તણાવ વચ્ચે ભરૂચમાં ચીનનો વિરોધ, ચાઈનાના મોબાઈલ અને ટી.વી તોડવામાં આવ્યા

[yop_poll id=”1″]

ગૂગલના પ્રવક્તાએ પણ આ વાતનો સ્વીકાર કરી લીધો છે. આમ હવે મોબાઈલ નેટવર્કના લઈને મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે અને કંપની જે રીતે જલદી લોકોનું સમાધાન લાવી આપતી તે જ સિસ્ટમ બંધ થઈ જવાથી હવે લોકોને પોતાની સમસ્યા માટે રાહ જોવી પડશે.

 

 

 

Oops, something went wrong.
FB Comments