ગૂગલની એક ભૂલના કારણે આ ભારતનો ક્રિકેટર છવાઈ ગયો આખી દૂનિયામાં!

વિશ્વકપમાં વિરાટ કોહલી પુરો દુનિયામાં છવાઈ ગયો હતો અને તેનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. વિરાટને દુનિયાભરમાં દેખાડવા પાછળ ગૂગલની એક ભૂલ સામે આવી છે.  આમ ભારત અને આફ્રિકાના મેચને લઈને જે વીડિયો માત્ર ભારતમાં જ મોકલવાનો હતો તે ગૂગલે આખી દૂનિયામાં મોકલી દીધો.

https://twitter.com/Rawr_b4_coffee/status/1133913019229097985

 

આઈસીસી વિશ્વકપ ચાલૂ થઈ રહ્યો છે અને તેમાં 5મી જૂનના રોજ ભારતની મેચ સાઉથ આફ્રિકાની સામે છે. ગૂગલની એક વીડિયો કોલિંગ એપ છે જેનું નામ છે Duo. જ્યારે કોઈ મોટી ઈવેન્ટ હોય ત્યારે ગૂગલ આ એપના માધ્યમથી તે ઈવેન્ટનો પ્રોમો મોકલે છે અને લોકોને તે બાબતે માહિતગાર છે. ભારત અને આફ્રિકાનો મેટ 5 જૂનના રોજ યોજાવાનો છે અને આ મેચને લઈને પણ આવો એક પ્રોમો ગૂગલે બનાવ્યો હતો.

READ  ભારતીય ક્રિકેટ ટીમનો આ સફળ ખેલાડી ક્યારેય પણ નિવૃતીની જાહેરાત કરી શકે, BCCI પાસે કરી માંગ

 

 

થયું એવું કે માત્ર ભારતમાં જ પોતાના યુઝર્સને આ પ્રોમો મોકલવાનો હતો પણ ગૂગલે ભૂલ કરી અને આ પ્રોમો વીડિયો આખી દૂનિયામાં મોકલી દીધો. આમ વિશ્વભરમાં લોકોને અલગ-અલગ સમયે આ વીડિયોનું નોટિફીકેશન પ્રાપ્ત થયું અને તેને લઈને લોકોએ સવાલો પણ ઉભા કર્યા. લોકોએ ગૂગલની આ ભૂલના લીધે તેની સોશિયલ મીડિયા પર ઝાટકણી પણ કાઢી.

READ  VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 20 ફેબ્રુઆરીથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યુએસ, કેનેડા, જાપાન અને મેક્સિકોના યુઝર્સને સમજાયું જ નહીં કે આ વીડિયો તેમેને કેમ મોકલવામાં આવ્યો છે તેની પાછળનું કારણ શું છે. વધુમાં એવું થયું કે ભારતમાં આ વીડિયોને લઈને લોકોને મેસેજ સાથે કોઈપણ માહિતી પણ આપવામાં આવી નથી. આ પ્રોમો વીડિયોમાં વિરાટ કોહલી દેખાઈ છે.

READ  VIDEO: તેલંગાણાના નાલગોન્ડામાં એક શિક્ષિકાની છોડતી કરતા આવારાને પહેલા બૂટ અને પછી લાકડી વડે મેથીપાક

 

Top News Headlines Of This Hour : 04-04-2020 | Tv9GujaratiNews

FB Comments