ફરી Google પર કાર્યવાહી, Googleને ચૂકવવો પડશે રુપિયા 11 હજાર કરોડનો દંડ

ગૂગલ હંમેશા પોતાના પોલીસીના લીધે ચર્ચામાં રહે છે. યુરોપીયન સંઘે ગૂગલ પર ઓનલાઈન જાહેરાતોમાં પક્ષપાત કરવાના આરોપસર 117 અરબ રુપિયાનો દંડ ફટકાર્યો છે.

 

 

ગૂગલ વિવાદોમાં ઘેરાયેલું રહે છે અને હાલ યુરોપીયન સંઘે ઓનલાઈન જાહેરાતોમાં પક્ષપાત કરવાના આરોપસર ગૂગલને 11,700 કરોડનો દંડ ફટકાર્યો છે. આ પહેલીવખત જ ગૂગલ પર કાર્યવાહી થઈ તેવું નથી પણ અગાઉના સમયમાં પણ ગૂગલ પર દંડ ફટકારવામાં આવ્યો છે. ગયા વર્ષે જૂલાઈ મહિનામાં આ જ વાતને લઈને યુરોપીયન સંઘે ગૂગલને 344 અરબ રુપિયા ભરવાનું ફરમાન કર્યું હતું.

યુરોપીયન સંઘ ગૂગલ, અમેજોન, એપ્પલ અને ફેસબૂક જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર નજર રાખે છે અને નિયમોનું ઉલ્લંઘન થાય તો તેની સામે કડક કાર્યવાહી પણ કરે છે. એન્ડ્રોઈડ ફોન પર ગૂગલનો એકાધિકાર છે અને તેના લીધે ગૂગલ પોતાના સર્ચ એન્જિન બ્રાઉજરનો ઉપયોગ કરીને પોતાની પ્રોડક્ટની જાહેરાત બતાવી દે છે. ગૂગલ પોતાની એન્ડ્રોઈડ સિસ્ટમ બધી જ ફોન નિમાર્તા કંપનીઓને મફતમાં આપે છે અને પછી ત્યાંથી પોતાના એપ્લીકેશન વડે જાહેરાતો આપે છે. જ્યારે ફોન કંપની ગૂગલનું એન્ડ્રોઈડ સર્વિસ સ્વીકારે છે તો તેના બદલામાં તેણે પોતાના ફોનમાં ગૂગલના એપ્સ મફતમાં ઈન્સ્ટોલ કરી આપવા પડે છે. આમ જાહેરાતો ગૂગલ પોતાના એપ્સના માધ્યમોથી મોકલી દે છે અને તેને લઈને ગૂગલ પર ફરીથી આ દંડ ચૂકવવાનો આદેશ યુરોપીયન સંઘે ફટકાર્યો છે.

Woman molested in sleep in Ahmedabad; neighbors allege PG owner's negligence | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

મુંબઈ ફૂટ ઓવર બ્રિજ પડવાની દૂર્ઘટનાને લઈને ઓડિટરની કરાઈ ધરપકડ, 5 એન્જિનીયરો સામે પણ થશે કાર્યવાહી

Read Next

કાપડ વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ તેની સાથે છેતરપિંડી કરતા બે ઈસમોને સુરત પોલીસે ઝડપી લીધા

WhatsApp પર સમાચાર