સાવધાન ! ગૂગલ મેપ્સ અને સર્ચ એન્જિનથી કરવામાં આવી રહ્યા છે બેન્ક સ્કેમ !, કેવી રીતે બચશો તમે ?

Banking fraud

Banking Fraud

ડેટા લીક પછી હવે નવા નવા મુદ્દા સામે આવી રહ્યા છે. હવે ગૂગલ દ્વારા તમારાં ડેટા નહીં પરંતુ તમારા લોકેશનની સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા છે. ગૂગલ મેપ્સના માઘ્યમથી ફ્રોડ થઈ રહ્યા છે. ગૂગલમાં સર્ચ એન્જિન અને મેપ્સની મદદતી બેન્કિગ સ્કેમ કરવામાં આવી રહ્યા છે. જેમાં સ્કેમ કરનાર ગૂગલની ખામીઓનો ફોયદો ઉઠાવે છે. જેને ટ્રેક કરવું વધુ મુશ્કેલ બની રહે છે.

શું છે સમગ્ર સ્કેમની ઘટના?

ગૂગલના યૂઝર જનરેટેડ પોલિસીથી કોઈ પણ ગૂગલ મેપ્સના પેજ પર આપવામાં આવેલી માહિતી એકઠી કરે છે. જેની અંદર તમારા ફોન નંબર, સરનામું વગેરે માહિતીનો સમાવેશ થાય છે. જે પછી તમને લોભામણી લાલચો આપી, બેવકૂફ બનાવી તેમના ખાતામાંથી પૈસા ઉપાડવાના ગોરખધંધાએ જોર પકડ્યુ છે. લોકો ગૂગલ પર ભરોસો કરે છે અને આ ફ્રોડ આચરનારા ખુબજ સરળતાથી આવા લોકોને બેવકૂફ બનાવી તેમનો ફાયદો ઉઠાવે છે.

આ પછી ગૂગલ મેપ્સના પેજ પર આપવામાં આવેલી માહિતી પરથી બેન્કના નામે ફોન કરી ગ્રાહકોને લૂંટવામાં આવે છે. બેન્ક કર્મચારીના નામે વાતચીત કરી તમામ માહિતી સરળતાથી મેળવી ફ્રોડ આચરી લે છે.

ક્યાં બની ઘટના? 

એટલું જ નહીં તમારાં પાસેથી કાર્ડ અને જરૂરી માહિતી પણ માગે છે. આ માહિતી હાથમાં આવે પછી પૈસા ઉપડી જાય છે. એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર સ્ટેટ સાઈબર પોલીસની પાસે આવી કેટલીક ફરિયાદો આવી હતી, ફરિયાદ બાદ તાત્કાલીક ગૂગલને માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો :  જો આવું થયું તો… તમારે ફરીથી લાગવું પડશે ATMની લાઈનમાં!

આ મામલે એક અઘિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે, કેટલાક ગ્રાહકો ઈન્ટરનેટ પર બેન્ક કોન્ટેક ડીટેલ્સ સર્ચ કરતા હોય છે ત્યારબાદ આવા ખોટા નંબર પર ફોન કરી દેતા ખુબજ સંવેદનશીલ માહિતી શેર કરી દે છે. બીજી તરફ પેલો શખ્સ તાત્કાલીક બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે. બેન્ક સાથે જોડાયેલી ખુબજ સંવેદનશીલ જાણકારી જેમાં પિન અને સીવીવીનો સમાવેશ થાય છે ડેબિટ કાર્ડની ખુબજ ઉપયોગી માહિતી કોઈ એવી વ્યક્તિ પાસે પહોચે છે જે ખુબજ સરળતાથી તમારા ખાતામાં પડેલી રકમને ઉપાડી લે છે.

ગૂગલે શું આપી પ્રતિક્રિયા?

ગૂગલે પણ માન્યુ કે આવા ફ્રોડ હમણાંથી બહુ થઈ રહ્યા છે. લોકો વધારે ડિઝીટલ ટ્રાન્ઝેક્શન કરતા થયા છે અને સાથે સાથે આવા ફ્રોડ પણ વધી રહ્યા છે. RBI તરફથી તેમજ બેન્કો તરફથી વારંવાર જાહેર કરવામાં આવે છે કે તમારી માહિતી કોઈ સાથે શેર ન કરો. ગૂગલ પર હાલ પણ એડિટનો ઓપ્શન હોવાથી તમારી માહિતી ખુબજ સરળતાથી આવા લોકો પાસે પહોચી જાય છે. આથી સાવધ રહેવુ ખુબજ જરૂરી છે.

[yop_poll id=39]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Top News Stories From Gujarat : 25-06-2019 | Tv9GujaratiNews

 

FB Comments

TV9 Web Desk6

Read Previous

જો આવું થયું તો… તમારે ફરીથી લાગવું પડશે ATMની લાઈનમાં!

Read Next

WhatsApp પર સમાચાર