આ એપ્લિકેશન તમારા સ્માર્ટફોનમાં છે તો ચેતી જજો, ગૂગલ પ્લે સ્ટોરે પણ આ એપને હટાવી

CAMScanner એપ્લિકેશન ખુબ જાણીતી છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ એપ્લિકેશન છે તો આ સમાચાર તમારા માટે ખુબ જરૂરી છે. ઘણા સમયથી સતત ગૂગલ પ્લે સ્ટોરમાં મેલવેયરવાળી એપ્લિકેશન મળી રહી છે.

Kaspersky Labએ કહ્યું કે ગૂગલ પ્લે સ્ટોર પર પોપ્યુલર ડૉક્યુમેન્ટ સ્કેનિંગ એપ્લિકેશન CamScannerમાં ઘણા ખતરનાક મોડ્યુલ મળ્યા છે, જે એડ પુશ કરી રહ્યા છે અથવા તો યુઝર્સના સ્માર્ટફોનમાં સહમતિ વગર એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ એપ્લિકેશનમાં એક પ્રકારની Trojan Dropper મળ્યું છે. જેની મદદથી હેકર્સ તમારા સ્માર્ટફોનને ટાર્ગેટ કરી શકે છે અને કોઈ પણ પ્રકારના મેલવેયરથી તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગાંધીનગરમાં CM નિવાસસ્થાનની પાછળ જ દારુની ભઠ્ઠીઓ ચાલે છે: શંકરસિંહ વાઘેલા

 

 

CamScannerમાં મેલવેયર જોવા મળ્યો છે અને શક્ય છે કે ઘણા યુઝર્સને પ્રભાવિત કર્યા હોય અને લોગઈન ડીટેલ્સ પણ ચોરી લીધી હોય. ગૂગલ પ્લે સ્ટોરથી થોડા સમય માટે આ એપ્લિકેશનને હટાવવામાં આવી. પ્લે સ્ટોરથી હટાવવાનું કારણ તેમાં ખતરનાક મોડ્યુલ હતો, તેનું પેડ વર્ઝન હાલમાં પણ ગૂગલ પ્લે સ્ટોર પર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

CamScannerનામની આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરથી 100 મિલિયનથી પણ વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને તેનું રેટિંગ 4.6 છે. CamScanner એક સારી એપ્લિકેશન હતી અને તેના કોઈ ખોટા ઈરાદા પણ ન હતા. આ એપ્લિકેશનની ખરીદી અને વિજ્ઞાપન દ્વારા આ એપ્લિકેશન કમાણી કરે છે પણ હવે તે બદલાઈ ગયુ છે અને હાલના વર્ઝનમાં Malicious Moduleવાળી એડવર્ટાઈઝિંગની લાઈબ્રેરી છે.

READ  બદલવાની છે તમારી જિંદગી, નવા વર્ષમાં 5Gથી લઈને ફૉલ્ડેબલ સ્માર્ટફોન આવશે બજારમાં

આ મોડ્યુલને Trojan Dropper Android OS Necroin બતાવવામાં આવે છે. આ એપ્લિકેશનની અંદર જ બીજો કોમ્પોનન્ટ ચલાવી શકે છે અને તેનું ટ્રોઝન ડાઉનલોડર ડિવાઈસને મેલવેયરથી પ્રભાવિત કરી શકે છે.

જો તમારા સ્માર્ટફોનમાં પણ Cam Scanner છે તો શક્ય છે કે તમારૂ ડિવાઈસ તેનાથી પ્રભાવિત હોય, તમે ઈચ્છો તો તેને થોડા સમય માટે હટાવી શકો છો. આ એપ્લિકેશનમાં કોઈ મુશ્કેલી નથી તેના એક વર્ઝનમાં સમસ્યા છે. તેથી ઝડપી જ કંપની સ્ટેમેન્ટ જાહેર કરીને નવી અપડેટ વિશે જણાવશે.

[yop_poll id=”1″]

ગૂગલ પ્લે સ્ટોર પર થોડા સમયથી સતત મેલવેયરવાળી એપ્લિકેશનના સમાચાર આવી રહ્યા છે. પ્રશ્ન એ છે કે ગૂગલના એ મોટા દાવાઓનું શું જે તે ગૂગલ પ્લે સ્ટોરને લઈને કરે છે. કંપનીનો દાવો છે કે ગૂગલ પ્લે પ્રોટેક્ટથી લાખો કરોડો એપ્લિકેશનને સ્કેન કરવામાં આવે છે. જેથી કોઈ પણ ખોટી એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ના આવે.

READ  તમારા મોબાઇલનો ડેટા થઈ શકે છે ડિલીટ, ગૂગલ ક્રોમ અપડેટમાં સામે આવી આ મોટી ખામી!

આ પ્રકારના મેલવેયર એટેકનું પરિણામ તરત જ નથી મળતુ. હેકર્સ ખુબ સ્માર્ટ હોય છે, તે જાણકારી ભેગી કરીને ધીરે-ધીરે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે તમારો સ્માર્ટફોન કોઈ ટ્રોજનવાળી એપ્લિકેશનથી પ્રભાવિત થઈ ગયો અને તમારી તમામ જાણકારી ચોરી થઈ ગઈ. હવે આ જાણકારીઓ હેકર્સ થોડા સમય પછી એક એક કરીને ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે ઉગ્ર દલીલો કે ચર્ચામાં ઉતરવું હિતાવહ નથી

જેથી કોઈને પણ ખબરના પડે કે તેના માટે કઈ એપ્લિકેશન જવાબદાર છે. આ કારણથી કોઈ પણ મેલવેયરવાળી એપ્લિકેશનથી પ્રભાવિત થયા પછી તમને તેનું તાત્કાલિક પરિણામ નથી મળતુ.

 

Oops, something went wrong.
FB Comments