સરકારી નોકરીની ઘેલછા ગ્રેજ્યુએટ પણ ઝાડૂ મારવા માટે તૈયાર!

દેશમાં બેરોજગારી એટલી છે કે સફાઈ કર્મચારીની જગ્યા ખાલી પડતા જ મોટી યોગ્યતાવાળાઓ પણ અરજી કરે છે.

તમિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સ્વીપર અને સ્વચ્છતા કર્મચારીઓના પોસ્ટની દોડમાં એમ.ટેક, બી.ટેક, એમ.બી.એ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજયુએટની સાથે વ્યવસાયિક લાયકાત ધરાવતા લોકો પણ સામેલ છે.

 

તમિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સ્વીપર માટે 10 જગ્યા અને સ્વચ્છતા કર્મચારી માટે 4 જગ્યા ખાલી છે. 26 સપ્ટેમ્બરે વિધાનસભા સચિવાલયની આ પોસ્ટ માટે અરજદારોની અરજી મંગાવી હતી. કુલ 14 સફાઈ કર્મચારીની પોસ્ટ માટે ડિપ્લોમાધારક પણ હરીફાઈમાં છે.

READ  દેશના પ્રધાનમંત્રી મોદી કરતા પણ વધારે પગાર મળે છે આ સરકારી અધિકારીઓને!

આ પોસ્ટ માટે એક માત્ર લાયકાત એ છે કે ઈચ્છુક ઉમેદવાર પૂરે રીતે સ્વસ્થ હોવો જોઈએ. આ પોસ્ટ માટે ઉંમરની મર્યાદા 18 વર્ષ છે, તેનાથી વધારે ઉંમરની કોઈ મર્યાદા નથી. અત્યાર સુધી આ પોસ્ટ માટે 4607 અરજીઓ આવી છે. તેમાં રોજગાર કચેરીના લોકો પણ સામેલ છે. આમાંથી 677 ઉમેદવારોને કાઢી નાખ્યાં છે. જ્યારે બાકીના લોકોએ લાયકાતના માપદંડને પુરા કર્યા છે.

READ  ચેન્નાઈના લોકોને પાણીની સમસ્યાથી મળશે છુટકારો, સરકાર આ પ્રકારે મોકલશે પાણી

[yop_poll id=1149]

Crops washed away by water leaked from breached canal of Moj dam in Upleta, Rajkot | TV9News

FB Comments