લ્યો બોલો! એર ઈન્ડિયા સરકારી અધિકારીઓને જ ટિકીટ નહીં આપે, આપ્યું આ મોટું કારણ!

government-agencies-biggest-defaulter-of-air-india-to-tune-of-268-crore-rupees-refuses-tickets says air india

એર ઈન્ડિયાએ કંપનીને બચાવવા માટે કવાયત હાથ ધરી છે. કંપનીએ એવી તમામ એજન્સીને ટિકીટ જ આપવાનો ઈનકાર કરી દીધો છે જેનું દેવું બાકી છે. જે એજન્સીના ટિકીટના પૈસા 10 લાખથી વધારે બાકી હોય તેને હવે એર ઈન્ડિયા ટિકીટ આપશે નહીં. ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા દેવામાં ડૂબી રહી છે અને તેના લીધે કંપની આ વસૂલી કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

government-agencies-biggest-defaulter-of-air-india-to-tune-of-268-crore-rupees-refuses-tickets says air india

આ પણ વાંચો :   જાણો રવિના ટંડન, ફરાહ ખાન અને ભારતી સિંહ પર કેમ નોંધાઈ પોલીસ ફરિયાદ?

READ  NIAની સામે અલગાવવાદી નેતા આસિયાએ સ્વીકાર્યું, કશ્મીરમાં પ્રદર્શન માટે વિદેશમાંથી ફંડ આવતું હતું

ભારતમાં વિવિધ સરકારી એજન્સીના અધિકારીઓ એડવાન્સ ટ્રાવેલિંગ કરતાં હોય છે અને બાદમાં એજન્સી આ પૈસાની ચૂકવણી સરકારી એર લાઈન્સ એર ઈન્ડિયાને કરતી હોય છે. એર ઈન્ડિયાએ એવી ડિફોલ્ટર કંપનીનું લિસ્ટ બનાવ્યું છે જેની પાસેથી 10 લાખથી વધારે રુપિયા વસૂલવાના હોય. આવી એજન્સીઓના કોઈપણ અધિકારીને હવે ટિકીટ નહીં આપવાનો નિર્ણય એર ઈન્ડિયાએ કર્યો છે. પહેલાં બાકીની રુપિયા ભરો અને બાદમાં સફર કરો એવી નીતિ પર એર ઈન્ડિયા આવી ગયી છે અને એક સરકારી કંપની ઉઘરાણી કરી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  લોકસભાની ચૂંટણી પૂરી થઈ અને નવા મંત્રીઓ પણ બની ગયા પછી શિવસેનાએ ફરી ભાજપ પર આ રીતે કર્યો કટાક્ષ

 

government-agencies-biggest-defaulter-of-air-india-to-tune-of-268-crore-rupees-refuses-tickets says air india

એર ઈન્ડિયા ફક્ત કેશમાં જ ટિકીટ આપી રહી છે. એર ઈન્ડિયાએ લિસ્ટ બનાવ્યું છે અને બાકીના પૈસાની માગણી કરી છે. આ લિસ્ટમાં સીબીઆઈ, આઈબી, પ્રવર્તન નિર્દશાલય, કસ્ટમ વિભાગ, કેન્દ્રીય શ્રમ સંસ્થાન, ઈન્ડિયન ઓડિટ બોર્ડ, કંટ્રોલર ઓફ ડિફેન્સ એકાઉન્ટ અને સીમા સુરક્ષા દળનો સમાવેશ થાય છે. આ સરકારી વિભાગોનું 10 લાખ કરતા વધારે જૂના દેવાની રકમ એર ઈન્ડિયાને ચૂકવવામાં આવી નથી જેના લીધે હવે તેઓ એડવાન્સમાં ટ્રાવેલિંગ કરી શકશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું કોરોના વાઈરસથી નિધન

 

એર ઈન્ડિયાએ કહ્યું કે સરકારી વિભાગો પાસેથી સરળતાથી પૈસા નિકાળી શકતા નથી. આ સિવાય સરકારી વિભાગ હોવાથી ધાકધમકી પણ આપી શકાતી નથી. જેના લીધે આવી રીતે ટિકીટ જ બંધ કરી દઈને ઉઘરાણી કરવામાં આવી રહી છે. આમ આ એજન્સીઓ સાથે સંકળાયેલા વિભાગના સરકારી અધિકારીઓને ટિકીટની ફાળવણી એર ઈન્ડિયા કરશે નહીં.

 

Oops, something went wrong.
FB Comments