કચરો ઉપાડવાનું કામ બરાબર નહીં થાય તો સરકારી એન્જીનીયરોનો પગાર કપાશે!

દિલ્હીની કેજરીવાલ સરકાર પ્રદૂષણને લઈને આક્રમક મૂડમાં છે. દિલ્હીમાં વાયુ-પ્રદૂષણ એક ગંભીર મુદો બની ગયો છે. સરકારે બાંધકામ વિભાગના એન્જિનીયરોને પોતાના ક્ષેત્રોમાંથી કચરો ઉપાડવા માટે આદેશ આપ્યો છે. જો એન્જિનીયરો કચરો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યાં તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં કેજરીવાલ સરકારે પગાર કાપવાની વાત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટમાં વોટરપાર્કના ભોજનમાં મરેલી ગરોળી નીકળવાથી વિવાદ, જુઓ VIDEO

આ પણ વાંચો :   VIDEO: રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું કેવડિયા, જુઓ રમણીય નજારો

26થી 30 ઓક્ટોબર સુધી રાત્રે દિલ્હીમાં બાંધકામ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. સાંજે 6 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યાથી સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાશે નહીં. ઉપરાંત દિવાળી આવી રહી છે જેના લીધે લોકો ફટાકડાં ફોડશે. ફટાકડાના લીધે વાયુ-પ્રદૂષણમાં ભારે વધારો થતો હોય છે. જેને લઈને સરકારે વિવિધ પગલાં લેવાનું શરુ કરી દીધું છે.

READ  પશ્ચિમ બંગાળમાં મમતાએ BJP ઓફિસ પર કર્યો કબ્જો, હવે શું કરશે ભાજપ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અધિકારીઓની સાથે મુખ્ય સચિવે મીટિંગ કરી હતી. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. સાથે જે અધિકારીઓ કામ કરવામાં નિષ્ફળ રહ્યાં અને પ્રદૂષણ થશે તો તેમનો પગાર પણ કાપી લેવાશે.

READ  VIDEO: શિવસેનાને રાજ્યપાલનો ફટકો, સરકાર બનાવવા માટે વધુ સમય આપવાનો કર્યો ઈનકાર

 

 

Oops, something went wrong.
FB Comments