નવા વર્ષમાં સરકારની ભેટ, કેબલ ટીવીના ચાર્જમાં માર્ચ મહિનાથી થશે ઘટાડો

Trai-gives-big-gift-to-cable-tv-customers-will-get-200-channels-in-130-rupees

નવા વર્ષને લોકોએ ઉત્સાહભેર વધાવી લીધું છે તો 2019ના વર્ષને યાદોની સાથે અલવિદા પણ કહીં દીધું છે. નવા વર્ષમાં સરકારે રેલવે ભાડામાં વધારો કર્યો છે તો ગેસ સિલેન્ડરના ભાવમાં પણ વધારો કરી દીધો છે. આ બધાની વચ્ચે દરેક ઘરમાં હોય તેવી વસ્તુ એટલે કે કેબલ ટીવીના ચાર્જમાં ઘટાડો થાય તેવી એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 200થી વધુ માછીમારો જલ્દી જ મુક્ત થવાની શક્યતા

READ  મહાશિવરાત્રીનો તહેવાર, જૂનાગઢની ભવનાથ તળેટીમાં જામી ભક્તોની ભીડ, જુઓ VIDEO

ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલારિટી ઓફ ઈન્ડિયાએ કેબલ ટેલિવિઝનના ગ્રાહકો માટે ચેનલના ચાર્જમાં ભારે ઘટાડો કર્યો છે. પહેલાં એવું થતું હતું કે જો તમારે 100 ફ્રી ટુ એર ચેનલ નિહાળવી હોય તો 130 રુપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેતો હતો. ટેક્સની સાથે કુલ ચાર્જ 154 રુપિયાનો થતો હતો. આ 100 ચેનલમાં 26 ચેનલ તો પ્રસાર ભારતીની પેકમાં આવતી હતી. હવે આ જુના નિયમમાં ફેરફાર ટ્રાઈ દ્વારા કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટવાસીઓ આનંદો! ભાદર-1 અને ન્યારી ડેમના લીધે નહીં રહે પાણીની તંગી

 

 

નવી જાહેરાત કરવામાં આવી છે તે મુજબ હવે 130 રુપિયામાં 200 ચેનલ ગ્રાહકો નિહાળી શકશે. જો કે આ ચેનલમાં પેકમાં 12 રુપિયાથી વધારે કિંમતવાળી કોઈપણ ચેનલ એડ કરી શકાશે નહીં. કંપનીઓ પાસેથી આ અંગે જાણકારી મગાવવામાં આવી રહી છે. આ સાથે કેટલાક નિયમો પણ ઓપરેટર્સને લાગુ પડે છે તેમાં તેઓ વધારેમાં વધારે 12 રુપિયાની ચેનલ પેકમાં આપી શકશે જ્યારે 19 રુપિયાની કોઈપણ ચેનલ પેકમાં આપી શકશે નહીં. કંપનીઓ પોતાની રીતે ગ્રાહકોને આકર્ષવા માટે પેક બનાવતી હોય છે તેને લઈને પણ ટ્રાઈ દ્વારા નિયમો ઘડવામાં આવ્યા છે.

READ  સાપ અને નોળિયા વચ્ચે દોસ્તી કેમ નથી થતી? સાપના ડંખથી માણસ તો મરી જાય છે પણ નોળિયો નહીં તેનું કારણ જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1 માર્ચ, 2020થી આ નવા દર લાગુ થઈ જશે. જો કોઈ ઘરમાં એક કરતાં વધારે કનેકશન હોય તો તેમાં 40 ટકા છૂટ આપવામાં આવશે. આમ બીજા કનેકશન માટે ઓછા રુપિયા ચૂકવવાના રહેશે. 15 જાન્યુઆરી સુધીમાં તમામ ચેનલને પોતાની નવી કિંમત જણાવી આપવા સૂચના આપવામાં આવી છે.

 

Top News Headlines From Ahmedabad : 25-02-2020 | Tv9GujaratiNews

FB Comments