પોરબંદરથી દિલ્લી સુધી 1,400 કિ.મી.ની બનશે ગ્રીન વોલ, આ પ્રોજેક્ટથી વધતા પ્રદુષણને અટકાવી શકાશે

કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણના રક્ષણ અને જંગલ બેલ્ટ વધારવા માટે 1,400 કિલોમીટર લાંબી ગ્રીન વોલ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આફ્રિકામાં સેનેગલથી જિબૂતી સુધી બનેલા ગ્રીન બેલ્ટની જેમ સરકાર ગુજરાતના પોરબંદરથી દિલ્હી હરિયાણા સુધી ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા બનાવશે. તેની લંબાઈ 1400 કિમી હશે જ્યારે પહોળાઈ 5 કિમી હશે. આફ્રિકામાં ક્લાઇમેટ ચેન્જ અને આગળ વધી રહેલા રણને રોકવા માટે આ પ્રકારે ગ્રીન બેલ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

READ  VIDEO: દિલ્લી AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ મનિષ સુનેજા અમદાવાદની મુલાકાતે

આ પણ વાંચો: પોલેન્ડમાં 74 વર્ષ બાદ ફૂટ્યો બોંબ, 2 સૈનિકના મોત જ્યારે 2 ઘાયલ

જેને ગ્રેટ ગ્રીન વોલ ઓફ સહારા પણ કહેવાય છે. હાલ સરકારનો આ પ્લાન પ્રાથમિક સ્તરે છે. પરંતુ મંત્રાલયના અધિકારીઓ આ બાબતે ખૂબ જ ઉત્સાહિત છે. જો આ પ્રોજેક્ટ પર મંજૂરી મળે છે તો આ ભારતમાં વધતા પ્રદૂષણને રોકવા માટે એક ઉત્તમ અને કારગર ઉપાય નિવડશે તેમાં કોઈ શંકા નથી. આ ગ્રીન વોલને થારના રણની પૂર્વ તરફ વિકસિત કરવામાં આવશે. જેને ગુજરાતના પોરબંદરથી હરિયાણા-દિલ્હીના પાણીપત સુધી ગ્રીન વોલ બનાવવાથી ઘટી રહેલા વન ક્ષેત્રમાં વધારો થશે.

READ  Car catches fire at Petrol pump, Gandhinagar

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments