IRS પછી હવે IAS અને IPS અધિકારીઓ પર પણ થઈ શકે છે કાર્યવાહી, સરકારે 21 અધિકારીઓનું લિસ્ટ કર્યુ તૈયાર

Indian revenue service (IRS)ના 12 અધિકારીઓને સેવામાંથી બાહર કાઢ્યા પછી ભારત સરકાર આ પ્રકારની કાર્યવાહી સિવિલ સેવા (IAS) અને પોલીસ સેવા (IPS)ના અધિકારીઓની વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવા જઈ રહી છે કે જે અધિકારી વિરૂધ્ધ અનિયમિતતા કે ભ્રષ્ટ્રાચારના કેસ લાંબા સમયથી ચાલી રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પગલું વડાપ્રધાન કાર્યાલયના આદેશ મુજબ લેવામાં આવી રહ્યું છે.

PMOએ કર્મચારી વિભાગ (DOPT) અને ગૃહ વિભાગ સાથે વાતચીત કરીને 21 અધિકારીઓનું એક લિસ્ટ બનાવ્યું છે. જેમની વિરૂધ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. ઘણી રાજ્ય સરકારોએ પણ તેમના અધિકારીઓના નામ કેન્દ્રમાં મોકલ્યા છે. તેમાં 10 IPS અધિકારી અને 11 IAS અધિકારી સામેલ છે પણ અત્યાર સુધી કોઈ અધિકારીઓના નામ આપવામાં આવ્યા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદીના બહેરીન પ્રવાસ દરમિયાન ત્યાંની જેલમાં બંધ 250 ભારતીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા

સરકારે આ અધિકારીઓની વિરૂધ્ધ ચાલી રહેલી તપાસનો રિપોર્ટ માગ્યો છે. તે વિભાગીય તપાસ હોય કે CBI, ED, કે ઈન્કમટેક્ષ વિભાગની તપાસ હોય. સ્ટેટસ રિપોર્ટ મળવાની સાથે જ આ અધિકારીઓની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: ‘Tik-Tok’ એપ્લિકેશનના કારણે મહિલાએ કરી આત્મહત્યા, રેકોર્ડ કર્યો મોતનો વીડિયો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ IRS અધિકારીઓની જેમ તેમની સેવાઓ પણ પૂર્ણ કરવામાં આવી શકે છે. IPS અધિકારીઓનું કેડર કેન્દ્રીય ગૃહ મંત્રી નિયંત્રિત કરે છે. જ્યારે IAS અધિકારીઓનું કેડર DOPTની હેઠળ નક્કી થાય છે. કેન્દ્ર સરકારના આદેશ પર આ અધિકારીઓનું કેડર કંટ્રોલિંગ ઓથોરિટી પાસેથી આદેશ આપવામાં આવશે. જો કોઈ અધિકારી સેવાનિવૃત થઈ જશે તો તેમના કેસની તપાસ CBIને આપવામાં આવશે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું 'મિશન શક્તિ' છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે તેમના બીજા કાર્યકાળમાં એક મજબૂત, કુશળ અને સ્વચ્છ તંત્ર આપવા ઈચ્છે છે. વડાપ્રધાન મોદીએ સાંસદો અને મંત્રીઓને પહેલા પણ સત્તાના પ્રલોભનથી બચવા માટે ચેતવણી આપી છે. તેમને ટ્રાન્સફર-પોસ્ટિંગની ભલામણ ના કરવાની પણ સલાહ આપી છે.

READ  દબંગ સલમાન ખાનનું પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ બાદ BIG ACTION, પોતાની ફિલ્મમાંથી આ પાકિસ્તાની કલાકારની કરી હકાલપટ્ટી

 

FB Comments