ભારતની પાકિસ્તાનને સીધી લપડાક, જો પાક. આતંકવાદીઓના મામલે ગંભીર છે તો, દાઉદ અને સલાહુદ્દીનને અમને પરત સોંપી દો

પાકિસ્તાન તરફથી સતત વાતચીતનો પ્રસ્તાવ પર ભારત તરફથી ફરી એક વખત ઉગ્ર જવાબ આપવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, જો આતંકવાદ સામે પાકિસ્તાન પગલાં લેતું નથી તો તેના માટે મુશ્કેલ બની રહેશે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહ્યું કે, જો તેઓ આતંકવાદ સામે લડવા માટે ગંભીર છે તો દાઉદ ઇબ્રાહિસ અને સૈયદ સલાહુદ્દીન ભારતને સોંપી દેવા જોઇએ.

READ  ગાયના પેટમાંથી નીકળ્યું 80 કિલોગ્રામ પ્લાસ્ટિક, જુઓ VIDEO

શનિવારે ભારત તરફથી કડક વલણ અપનાવતાં તેવા આતંકવાદીઓની યાદી સોંપી છે, જેઓ છે ભારતીય પરંતુ પાકિસ્તાનમાં રહી ભારત વિરૂદ્ધ કામ કરી રહ્યા છે. ભારતે કહ્યું કે, પુલવામા આતંકી હુમલામાં જૈશના સંબંધિત આતંકીઓ પર પાકિસ્તાને કોઇ પણ પ્રકારના પગલાં ભર્યા નથી.

આ પણ વાંચો : શા માટે રાહુલ ગાંધીએ ઉત્તરાખંડમાં વડાપ્રધાન મોદીની ભૂલ માટે લોકોની માફી માંગી ?, પહેલી વાર જોવા મળી આવી ઘટના

ભારત સરકાર તરફથી ખાસ વાત કરવામાં આવી છે કે, પાકિસ્તાન વાસ્તવમાં આતંકવાદ વિરૂદ્ધ કોઇ કડક પગલાં ભરવા માગે છે તો તેને દાઉદ ઇબ્રાહિમ અને સૈયદ સલાહુદ્દીન સહિત અન્ય ભારતીય આતંકીઓ સોંપી દેવા જોઇએ.

એક અહેવાલ પ્રમાણે ભારત તરફથી આતંકવાદીઓની એક વિસતૃત યાદી સોંપવામાં આવી છે. જેનું સંચાલન પાકિસ્તાનની ભૂમિ પરથી કરવામાં આવે છે. એટલું જ નહીં ભારતે એવી માહિતી આપી છે જેમાં અન્ય દેશના ઇનપુટ પણ તેમાં લેવામાં આવ્યા છે. ભારત તરફથી પુલવામાં હુમલા પછી પાકિસ્તાન પર સતત કુટનીતિક દબાણ વધારી દીધું છે.

READ  વડોદરા બન્યું દેશનું એવું પહેલું શહેર જ્યાં 100 સ્કૂલમાં ભણતી છોકરીઓ માટે લાગ્યા PAD મશીન, મફતમાં મળે છે પૅડ

Maharashtra: 3 people injured after a tiger attacked them in a village in Bhandara district today

FB Comments