શું આપ જાણો છો કે અલગ કાશ્મીર અને પાકિસ્તાન રાગ આલાપતા અલગતાવાદી નેતાઓ પર સરકારે કેટલા રૂપિયા ખર્ચ્યા ?

સરકારે પુલવામા આતંકી હુમલા બાદ આખરે જમ્મુ-કાશ્મીરના ઘણા અલગતાવાદી નેતાઓની સુરક્ષા સહિતની સુવિધાઓ પાછો ખેંચવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

 

ગૃહ મંત્રાલયના આદેશ બાદ હુર્રિયત અને અલગતાવાદી નેતાઓ મીરવાઇઝ ઉમર ફારૂક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, ફઝલ હક કુરૈશી અને શબ્બીર શાહને અપાતી સુરક્ષા સુવિધા પરત લઈ લેવામાં આવી છે.

READ  રાહુલ ગાંધીના 'PM મોદીને યુવાનો ડંડાથી મારશે' નિવેદન પર PMએ આપ્યો કંઈક આવો જવાબ, જુઓ VIDEO

ત્યારે જાણવા જેવી વાત એ છે કે ભારતમાં રહીને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન તરફી વલણ ધરાવતા આ અલગતાવાદી નેતાઓ ઉપર સરકાર ભારે રકમ ખર્ચ કરતી હતી.

ફેબ્રુઆરી-2018માં છપાયેલા એક રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષોમાં હુર્રિયત કૉન્ફરન્સના નેતાઓ પર સરકારે લગભગ 11 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તે વખતના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ પોતે આ માહિતી આપી હતી કે હુર્રિયતના 14 નેતાઓ પર વર્ષ 2008-17 દરમિયાન આ રકમ ખર્ચ કરવામાં આવી. ઘણા નેતાઓને 5 સિક્યુરિટી ગાર્ડ અને 4 પર્સનલ સિક્યુરિટી ઑફિસર મળેલા હતાં.

READ  VIDEO: મૌલવીએ પૈસાની છેતરપિંડી કરી તો મહિલાઓએ ધોલાઈ કરી નાખી

મહબૂબાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર આવ્યા બાદ હુર્રિયત નેતા ઉમર ફારૂક પર વર્ષ 2015માં 34 લાખ રૂપિયા, 2016માં 36 લાખ અને 2017માં 37 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

2015થી 2017 દરમિયાન પ્રોફેસર અબ્દુલ ગની બટની સિક્યુરિટી અને ટ્રાંસપોર્ટેશન પર લગભગ 2.15 કરોડ રૂપિયા ખર્ચાયા, જ્યારે આ જ ત્રણ વર્ષ દરમિયાન ાગા સૈયદ હસન મૌલવી, મૌલવી અબ્બાસ અંસારી તથા બિલાલ ગની લોન પર પણ 1-1 કરોડ રૂપિયા ખર્ચ કરાયા.

READ  VIDEO: જમ્મૂ-કાશ્મીર રાજ્યના થયા બે ભાગ, લદ્દાખ અને જમ્મૂ હવે ગણાશે કેન્દ્રશાસિત પ્રદેશ

[yop_poll id=1519]

Oops, something went wrong.
FB Comments