સરકારી મોબાઈલ અને કોમ્પ્યુટર પર સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર લાગ્યો પ્રતિબંધ, સરકારે તમામ સરકારી અધિકારીઓ માટે બહાર પાડ્યો પરિપત્ર

ગૃહ મંત્રાલયે અધિકારીઓ અને સરકારી સ્ટાફ માટે 24 પાનાની નવી સોશિયલ મીડિયા ગાઈડલાઈન બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઓફિસના કોમ્પ્યુટર કે મોબાઈલ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરે.

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ અને સ્ટાફને સોશિયલ મીડિયા, સોશિયલ નેટવર્કિગ પોર્ટલ કે એપ્લીકેશન પર કોઈ પણ પ્રકારની અધિકૃત સુચનાને શેર કરે નહી, જ્યા સુધી તેમને સરકાર દ્વારા આ વાતની પરવાનગી આપવામાં ના આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2022 સુધીમાં ગુજરાતના 18 લાખ ઘરમાં સરકાર આપશે આ સુવિધા, બેઠકમાં લેવાયો નિર્ણય

તે સિવાય અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે ગુપ્ત જાણકારીઓથી સંબંધિત કામ તે કોમ્પ્યુટરથી ના કરે જે કોમ્પ્યુટર ઈન્ટરનેટથી જોડાયેલ હોય, કારણ કે તે કોમ્પ્યુટર હેક થવાની સંભાવના રહેલી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ ડ્રાઈવ અને ડ્રોપ બોક્સમાં સીક્રેટ જાણકારીને સેવ ના કરે અને કોઈ પણ પ્રકારની ગુપ્ત જાણકારીને ઈ-મેલથી ના મોકલે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ગાઈડલાઈન માત્ર અધિકારીઓ માટે જ નહી પણ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા સ્ટાફ, કન્સલટન્ટ, પાર્ટનર્સ અને થર્ડ પાર્ટી સ્ટાફ જે ઈન્ફોર્મેશન સિસ્ટમ અને કોમ્યુનિકેશન સિસ્ટમને મેનેજ કરે છે, તેમના માટે પણ આ સુચના આપવામાં આવી છે.

READ  પાકિસ્તાનના આ અનુભવી ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી લીધી નિવૃતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હેકર ફોન કરીને કે ઈ-મેલ દ્વારા ખોટી રીતે સુચના લેવાના પ્રયત્ન કરે છે. તેથી આ પ્રકારના શંકાસ્પદ ઈ-મેલના જવાબ આપશો નહી. આ હેકર્સ કોઈ ટ્રસ્ટેડ લાગતા સોર્સથી લિંક મોકલે છે. આ લિંક પર ક્લિક કરવાની સાથે જ કોઈ ફેક વેબસાઈટ પર લઈ જાય છે. આ સાઈટ પર લોગઈન કરતા જ બધી જ સુચનાઓને હેક થવાની સંભાવના વધી જાય છે.

READ  રેલવેની નવી યોજના, હવે ટિકીટ બુકિંગ વખતે મળશે પૈસાથી જોડાયેલો આ નવો નિયમ!

[yop_poll id=”1″]

મંત્રાલયે સાફ કરી દીધુ છે કે આ સુચનાઓને ધ્યાનમાં રાખીને સાવધાન રહેવાની જરૂર છે. સાથે જ દરેક સંસ્થાઓ તેમની જરૂરિયાતોને જોઈને સાઈબર સિક્યુરીટીને લઈને ઘણાં નિયમ બનાવી શકે છે.

 

Agriculture dept'e meet called ahead of cabinet meet, relief package for farmers might be announced

FB Comments