સુરત અગ્નિકાંડ વખતે જીવના જોખમે માસુમોને બચાવનારા ‘અસલી હીરો’નું કરાયું રાજભવનમાં સન્માન

સુરત અગ્નિકાંડની ઘટનામાં એક વ્યક્તિ તમને વીડિયોમાં જોવા મળ્યો હશે જે પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો. એ યુવક જેનું નામ કેતન ચોરવાડિયા છે તેને ગુજરાતના રાજ્યપાલે સન્માન કરીને બરદાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  VIDEO: મહારાષ્ટ્રના પાલઘરમાં દરિયો “કાર” ગળી ગયો, તંત્રની સૂચના હોવા છતાં કિનારા પર કાર સાથે યુવકો પહોંચ્યા હતા

સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આગની ઘટનામાં કેતન ચોરવાડિયા પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવવા મદદ કરી રહ્યાં હતા. વિદ્યાર્થીઓને બચાવવામાં જેને અદભૂત સાહસ દેખાડ્યું તે કેતન ચોરવાડિયાનું રાજભવન ખાતે વિશેષ સન્માન કરાયું હતું. રાજ્યપાલે પણ કેતનના હિંમતભર્યા કાર્યને બિરદાવ્યું હતું.

READ  કાયદાનું ઉલ્લંઘન: તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણીનો VIDEO વાઈરલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યપાલે જણાવ્યું કે ચોરવાડિયાના આવા વિકટ સંજોગોમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર બાળકોને બચાવવા માટે જે માનવતાભરી પહેલ કરી હતી તે સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પુરુ પાડે છે. આમ ખુદ રાજ્યપાલ પણ કેતનના કામથી પ્રસન્ન થઈ ગયા અને તેનું સન્માન કર્યું હતું.

READ  રાજ્યમાં 1 જાન્યુઆરીથી આજ સુધીમાં 55 લોકોના સ્વાઈન ફ્લૂના કારણે થયા મોત, સૌથી વધુ કહેર અમદાવાદમાં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સુરતની ઘટનાને વિવિધ મીડિયામાં ખાસ્સી એવી જગ્યા મળી હતી અને કેતનને તેમાં સાચો હીરો બતાવવામાં આવ્યો હતો. કેતનના કામને લઈને સોશિયલ મીડિયામાં લાખો લોકોએ તેમની સરાહના કરી હતી. રાજ્યપાલે પણ આ કેતનના સાહસ વિશે જાણીને તેમને મળવાની અને સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં કેતનનું રાજભવન ખાતે સન્માન કરાયું હતું.

READ  UDPATE : Woman with kids set on fire; kids died during treatment, Ahmedabad - Tv9 Gujarati

 

FB Comments