તમારી રોજબરોજની વપરાશમાં આવતી 33 વસ્તુઓ થશે સસ્તી!

GST કાઉન્સિલની બેઠક બાદ 33 વસ્તુઓ પર જીએસટી દર ઘટાડી દેવામાં આવ્યો છે. તેમાંથી કેટલીક વસ્તુઓ પર 28 ટકાથી ઘટાડીને 18 ટકા ટેક્સ કરી દેવાયો છે. જેના પર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે નોંધપાત્ર વસ્તુઓની વાત કરીએ.

 

આ પણ વાંચો: Googleએ ફરી એક વાર કરી મોટી ભૂલ? ‘Bar Girl in India’ સર્ચ કરવાથી આવે છે સોનિયા ગાંધીનું નામ અને ફોટો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

 

જીએસટી કાઉન્સિલે 34 ઉત્પાદનોને છોડીને તમામ વસ્તુઓને 18 ટકાના સ્લેબમાં મુકી છે. આ ઉપરાંત, હજ જવાન માટેની ફ્લાઇટની ટિકિટ પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે. તો થર્ડ પાર્ટી વીમો પણ સસ્તો થયો છે. કૃષિ ઉપકરણ પણ સસ્તા થયા છે. બેંકો તરફથી જનધન ખાતા ધારકોને આપવામાં આવતી સેવાઓ પણ ટેક્સના ક્ષેત્રમાંથી બહાર કરવામાં આવી છે. હવે 28 ટકા જીએસટીના સ્લેબવાળી માત્ર 34 આઇટમ છે. જેના પર નજર હતી તેવી ઓટોપાર્ટસ અને સિમેન્ટના ટેક્સમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. રિયલ એસ્ટેટ સેક્ટરમાં જીએસટી અંગેનો નિર્ણય આગામી બેઠકમાં થઇ શકે છે. તેની સાથે સંકળાયેલા તમામ લોકોની માગ છે કે આ ક્ષેત્રમાં પણ થોડો ફેરફાર કરવામાં આવે.

READ  મધ્યપ્રદેશમાં ભાજપ કાર્યાલય પર સન્નાટો તો કોંગ્રેસ કાર્યાલય પર જશ્નનો માહોલ!

છેલ્લા દોઢ વર્ષમાં 198 વસ્તુઓ 28% ટેક્સ સ્લેબથી બહાર આવી ગઈ છે. 1 જુલાઈ, 2017થી જીએસટી લાગુ થયું હતું. જેમાં 28 ટકા સ્લેબમાં 226 વસ્તુઓ હતી. દોઢ વર્ષમાં તેમાંથી 198 વસ્તુઓ પર ટેક્સ ઘટાડી દેવાયો છે. હાલ 28 ટકા જીએસટી સ્લેબમાં 28 વસ્તુઓ છે. જેમાં સિમેન્ટ ઉપરાંત, વાહન, ઓટોમોબાઈલ પાર્ટ્સ, યાટ, એરક્રાફ્ટ, કોલ્ડ ડ્રિંક્સ, તંબાકૂ, સિગરેટ અને પાન મસાલા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

READ  1 ઓગસ્ટથી SBIની આ સેવા થશે ફ્રી, ઘર અને કાર ખરીદી પણ થશે સસ્તી

જીએસટી બેઠકમાં અરૂણ જેટલીએ એમ પણ કહ્યું છે કે સિમેન્ટ 28 ટકા સ્લેબમાંથી બહાર લાવવાનું લક્ષ્ય છે. સિમેન્ટ પર રેટ ઘટાડવાથી 13 હજાર કરોડ રૂપિયાની અસર પડશે.

[yop_poll id=313]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Lion chases tourists on safari inside Karnataka’s zoological park, video goes viral| TV9News

FB Comments