વિદ્યાર્થીઓને ભારે ભરખમ દફ્તરમાંથી મળશે છૂટકારો, સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય

હવે વિદ્યાર્થીઓને મળશે દફ્તરના ભારથી છૂટકારો. બાળકોના શિક્ષણનો ભાર ઓછો કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે વજનદાર દફ્તર લઇને શાળાએ નહીં જવું પડે કારણ કે, કેન્દ્રના MHRD મંત્રાલયે તમામ રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે, વિદ્યાર્થીઓના દફ્તરનો ભાર ઘટાડવાનું રહેશે.

આ પણ વાંચો :  કેમ 26 વર્ષ પછી અયોધ્યા પહોંચી શિવસેના ?

શું આપ્યો નિર્દેશ? 

જેના મુજબ શાળાઓ હવે જરૂરિયાત સિવાયના પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે નહીં મંગાવી શકે. એટલું જ નહીં ધોરણ-1 અને ધોરણ-2ના વિદ્યાર્થીઓને હોમવર્ક પણ ન આપવા આદેશ કર્યો છે.

બાળકોના શિક્ષણનો ભાર ઓછો કરવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના થકી તમારાં બાળકના જીવનમાં મોટો બદલાવ આવી જશે. એટલું જ નહીં સરકારે આ નિર્ણયને  તાકીદે લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

office Circular_ Tv9
કેન્દ્રીય મંત્રાલયનો દફ્તરના વજન અંગે પરિપત્ર

MHRDએ ધોરણ મુજબ બેગનું વજન પણ નક્કી કર્યું છે. MHRDએ નક્કી કરેલા વજન મુજબ, ધોરણ-1 અને બેના વિદ્યાર્થીઓની બેગનું વજન દોઢ કિલો જેટલું હોવું જોઇએ. તેમજ આ બાળકોને તો ધોરણ-3થી 5ના વિદ્યાર્થીઓની બેગનું વજન બેથી ત્રણ કિલો જ હોવું જોઇએ.

તો ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓની સ્કૂલબેગનું વજન ચાર કિલો, ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું ભારણ સાડા ચાર કિલો જ હોવું જોઇએ. તેવી જ રીતે ધોરણ 1૦ના વિદ્યાર્થીઓની સ્કૂલબેગનું ભારણ પાંચ કિલો નક્કી કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે, હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા નથી.

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Banaskantha : Furious over govt's inaction, farmers themselves started repairing breached canal

FB Comments

Hits: 5898

Comments are closed, but trackbacks and pingbacks are open.