સંસદના શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે’

Govt ready to discuss all issues in House: PM Modi

સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે 2019નું આ છેલ્લું સંસદ સત્ર છે, રાજ્યસભાનું 250મું સત્ર છે. આ સત્ર દરમિયાન 26 તારીખે આપણો બંધારણીય દિવસ છે, આપણા બંધારણને 70 વર્ષ થઈ રહ્યા છે, વડાપ્રધાને કહ્યું કે સરકાર દરેક વિષય પર ચર્ચા માટે તૈયાર છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજે મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, VIP મહેમાનો માટે આ ખાસ વ્યવસ્થા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PMએ કહ્યું કે બંધારણ દેશની એકતા, અખંડિતતા અને વિવિધતાનું ગૌરવ રાખે છે. સરકાર તમામ મુદ્દા પર ખુલીને ચર્ચા કરવા ઈચ્છે છે, વાદ-વિવાદ થાય અને તેની સાથે જ ગૃહની ચર્ચાને સમૃદ્ધ બનાવવા માટે યોગદાન આપો અને તેની સાથે વડાપ્રધાને તમામ સાંસદોને શુભકામનાઓ આપીને આભાર વ્યક્ત કર્યો હતો.

READ  દેશના મુખ્યમંત્રીઓને અમિત શાહની સૂચના: લોકડાઉનના સમયે મજૂરોનું સ્થળાંતર રોકો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

On April 5, at 9 pm, light Diya, candle for 9 minutes to mark fight against coronavirus: PM Modi

FB Comments