VIDEO: વાહનચાલકો માટે ખુશખબર, FASTagની મુદતમાં એક મહિનાનો વધારો

Govt relaxes FASTag deadline by a month due to shortage of tags vahanchalako mate khushkhaber fastag ni mudat ma 1 mahina no vadharo

અનેક વાદ વિવાદ વચ્ચે આજથી દેશમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા FASTagનો નિયમ લાગુ કરી દેવાયો છે. જો કે જે વાહનચાલકો પાસે FASTag નહીં હોય તેમને 1 મહિના સુધી નિયમમાંથી છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

ટોલપ્લાઝા પર FASTagના નિયમની મુદ્દતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે FASTagની માગની સામે સ્ટોકની અછત વર્તાતા ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રી દ્વારા નવો પરિપત્ર જાહેર કરીને મુદ્દતમાં વધારો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યમાં આજથી ફાસ્ટેગનો અમલ, ફાસ્ટેગ વગરના વાહન ચાલકને ચૂકવવો પડશે આટલો ટોલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટોલપ્લાઝા પર 75 ટકા લેન FASTag માટે કાર્યરત કરવામાં આવી છે. જ્યારે અન્ય લેન પર રોકડમાં ટોલ રકમ ચૂકવી શકાશે. જેનો અર્થ એ થાય છે કે જો કોઈ ટોલપ્લાઝા પર 8 લેન હશે તો FASTag સાથે કેશમાં ટોલ રકમ ચૂકવી શકાશે અને જો કોઈ ટોલપ્લાઝા પર 12 લેન હશે તો 3 લેનમાં ટોલ રકમ ચૂકવી શકાશે. મહત્વપૂર્ણ છે કે આ વ્યવસ્થા 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. ત્યારબાદ દરેક વાહનચાલક FASTag દ્વારા જ હાઈવે પરથી પસાર થઈ શકશે.

READ  માલદીવમાં પાકિસ્તાની પ્રતિનિધિઓએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments