દિલ્હીઃ 22 જાન્યુઆરીએ નિર્ભયાના ગુનેગારોને ફાંસીએ ચડાવવાશે નહીં, હજુ અપાશે સમય

નિર્ભયા ગેંગરેપના ગુનેગાર મુકેશની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે. ગુનેગાર મુકેશે પોતાનું ડેથ વોરંટ રોકવા માટે માગણી કરી છે. મુકેશે કહ્યું કે, તેની દયા અરજી હજુ રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. જેના માટે તેનું ડેથ વોરંટ રદ કરવું જોઈએ. સુનાવણી દરમિયાન દિલ્હી SSG અને સરકારી વકીલે કહ્યું કે, નિર્ભયાના ગુનેગારોને 22 જાન્યુઆરીએ ફાંસી અપાશે નહીં. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી પર નિર્ણય પછી 14 દિવસનો સમય આપવો પડશે.

આ પણ વાંચોઃ કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? 20 જાન્યુઆરી પછી નામની જાહેરાત થાય તેવી શક્યતા

મુકેશ તરફથી વરિષ્ઠ વકીલ રિબાકા જૉન આ કેસ લડી રહ્યા છે. મંગળવારે સુપ્રીમ કોર્ટની પાંચ જજની પીઠ દ્વારા મુકેશની ક્યુરેટિવ અરજી રદ કરી દેવાઈ હતી. 18 ડિસેમ્બરે તિહાડ જેલ ઓથોરીટીએ તમામ ગુનેગારોને નોટિસ જાહેર કરી દીધી છે. જેમાં કહેવાયું છે કે, જો તમે ઈચ્છો તો, 7 દિવસમાં દયા અરજી દાખલ કરી શકો છો.

READ  નિર્ભયા કેસ: ડેથ વોરંટ 22 જાન્યુઆરીનું પણ જરુરી નથી કે આ જ દિવસે ફાંસી અપાઈ, જાણો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments