ડ્રાઈવિંગ લાયસન્સને લઈને આવી રહ્યો છે આ મોટો નિયમ, તમે પણ જાણી લો

સરકારે રોજગારના અવસરોને વધારવા માટે ફરીથી એક મોટો ફેંસલો લીધો છે જેના લીધે સમગ્ર ભારતમાં અસર પડશે. ડ્રાઈવિંગ લાયસન્સ માટે મીનીમમ એજ્યુકેશનનો જે નિયમ હતો તેને હટાવી દેવાનું સરકાર વિચારી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માર્ગ અને પરિવહન મંત્રીએ આ વાત કરી હતી. હાલમાં કોઈપણ લાયસન્સ માટે કેન્દ્રીય મોટર વાહન નિયમ,1989 મુજબ 8મું ધોરણ પાસ કરેલું હોવું જરુરી છે અને તેના વિના ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી શકાતું નથી. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે સમાજમાં આર્થિક રીતે નબળા વર્ગના કુશળ લોકોના લાભ માટે માર્ગ અને પરિવહન મંત્રાલયે આ આવશ્યકતા હટાવવાનો નિર્ણય લીધો છે. ઘણાં એવા લોકો ખાસ કરીને ગામડાઓમાં હોય છે જે સારી રીતે ગાડી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી શકતા હોય છે અને વાંચી પણ શકતા હોય છે. આ બધા લોકો 8મું ધોરણ પાસ હોવાના નિયમના કારણે લાયસન્સ મેળવી શકતા નથી.

READ  News Headlines @ 7 PM :19-05-2018


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોઈપણ નિયમને હટાવવા માટે કે તેમાં સુધારો કરવા માટે જુના નિયમમાં સંશોધન કરવાની ફરજ સરકારને પડે છે અને સરકારે આ દિશામાં પ્રયત્નો શરુ કરી દીધા છે. આ બાબતે સરકાર દ્વારા એક નિયમ આખા દેશમાં લાગુ કરવામાં આવશે જેના લીધે જે સાક્ષર છે પણ ઓપચારિક શિક્ષા નથી લીધી તેઓ લાયસન્સ મેળવી શકશે.

READ  BIG BREAKING : હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવાયો, ન્યૂઝીલૅંડ પ્રવાસે જઈ શકે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશના ગ્રામીણ વિસ્તારોમાં એવા ઘણાં બઘા લોકો ચે જેમણે શિક્ષણ તો મેળવ્યું નથી પણ તેઓ સારી રીતે વાહન ચલાવી શકે છે અને સાક્ષર છે. આમ નવા નિયમ મુજબ સરકાર જે આઠમું ધોરણ પાસ હોવાની ડ્રાઈવિંગ લાયસન્સ માટેની શરત છે તેને દૂર કરીને કોઈપણ પરિક્ષા આપી શકે તેવા નિયમ લાવવાનું વિચારી રહી છે. આ માટે સંશોધન કરવામાં આવશે જ્યાર બાદ સમગ્ર દેશમાં આ નવો નિયમ લાગુ થઈ જશે.

READ  Top News Stories From Gujarat

આ પણ વાંચો:  CBIમાં ઓફિસર કેવી રીતે બની શકાય? જાણો અભ્યાસથી લઈને પરિક્ષા સુધીની તમામ માહિતી

 

Ahmedabad : People fume over mismanagement in free grain distribution | TV9News

FB Comments