LRDની ભરતીનો વિવાદ: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, આ પછી થશે સરકારની કાર્યવાહી

Govt will take action in LRD matter after HC's verdict: Nitin Patel

LRDની ભરતીનો વિવાદ શાંત પડવાના બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે- બંને સમાજ પોતાની રીતે સાચા હોઈ શકે છે. પરંતુ મામલો હાલ હાઈકોર્ટમાં છે. જેથી કોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર કાર્યવાહી કરશે અને કોઈને અન્યાય ન થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે. સાથે જ રાજ્યમાં ચાલતા આંદોલનો પાછળ કૉંગ્રેસનો હાથ હોવાનો નીતિન પટેલે આક્ષેપ કર્યો છે. નીતિન પટેલે કહ્યું કે- પાટીદાર અનામત આંદોલન વખતે જે રીતે કૉંગ્રેસે ઉશ્કેરણીજનક ભૂમિકા ભજવી હતી. તેવી જ રીતે અત્યારે પણ કૉંગ્રેસ બે સમાજને ઉશ્કેરવાનું કામ કરી રહી છે.

READ  સ્વચ્છ ભારત-ફિટ ઈન્ડિયા માટે એરફોર્સના અધિકારીઓની દાંડી સુધી સાયકલ રેલી

આ પણ વાંચોઃ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી અને જાવેદ અખ્તરની કારનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયા શબાના આઝમી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments