રાજકોટના પરંપરાગત રાજમાર્ગો પર નવા રાજવીની શાહી નગરયાત્રા, દેશભરમાંથી 50થી વધુ રોયલ ફેમિલી હાજર

Grand procession of royal family's new king passing on Rajkot roads

રાજકોટના પરંપરાગત રાજમાર્ગો પર નવા રાજવીની શાહી નગરયાત્રા નિકળી. રાજકોટના 17માં ઠાકોર સાહેબ રાજતિલક વિધી બાદ સંપૂર્ણ ચાંદીથી જડેલી બગી પર સવાર થઈ નગરજનોના દર્શન કરવા નિકળ્યાં. આ શાહી નગરયાત્રામાં 8 બગી, 25 વિન્ટેજ કાર અને દેશભરમાંથી 50થી 70 રોયલ ફેમિલી જોડાઈ.

આ પણ વાંચોઃ કોરોના વાયરસ વચ્ચે ચીનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અંગે વિદેશ પ્રધાન એસ.જયશંકરનું નિવેદન

આ ઉપરાંત 15 ઘોડા, એક હાથી, ઊંટ ગાડી, બળદ ગાડા સાથેની શાહી સવારી નિકળી. ચાંદીની બગીમાં સવાર રાજા માંધાતાસિંહ અને યુવરાજ જયદીપસિંહની એક ઝલક નિહાળવા મોટી સંખ્યામાં રસ્તાની બંને બાજુ લોકોની કતાર લાગી. તો અનેક સ્થળે હિંદુ-મુસ્લિમ સૌ આગેવાનો અને જનતાએ રાજા પર પુષ્પવર્ષા કરી. રાજકોટના રાજમાર્ગો પર રાજા માંધાતાસિંહનું પ્રજાએ ભાવભર્યું સ્વાગત કર્યું.

READ  Gujarat cyber cells not equipped to deal with cyber crime - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments