સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી કરનારા લોકો માટે ખૂશખબરી, વાંચો આ અહેવાલ

કેન્દ્ર સરકાર ગ્રેજ્યુટી પેમેન્ટના નિયમમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. એક અહેવાલ મુજબ ગ્રેજ્યુટી મેળવવા માટે જરૂરી 5 વર્ષના સર્વિસ પિરીયડને ઘટાડી 1 વર્ષ કરવામાં આવી શકે છે, આવુ સોશિયલ સિક્યોરિટી પર એક બિલ દ્વારા કરવામાં આવશે. સરકાર આ બિલ સંસદના શિયાળુ સત્રમાં લાવી શકે છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે ‘Code on Social Security 2019’ નો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. તેને મંત્રાલયની વેબસાઈટ પર સૂચનો માટે અપલોડ કરવામાં આવ્યો હતા. મંત્રાલયને સૂચનો મોકલવાની સમયસીમા 25 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વીજ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, ફયુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો કરાયો ઘટાડો

હાલમાં ગેજ્યુટી મેળવવા માટે કર્મચારીને એક કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કામ કરવું પડે છે. તેનાથી સૌથી વધારે ફાયદો તે ખાનગી કર્મચારીઓને થશે, જે 5 વર્ષ પહેલા જ નોકરી બદલી દે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શું છે ગ્રેજ્યુટી?

ગ્રેજ્યુટી કંપની તરફથી કર્મચારીને તેમની સેવાના બદલે આભાર વ્યક્ત કરવાની એક રીત છે. સરકારી કર્મચારીઓ માટે તેની વધારેમાં વધારે મર્યાદા 20 લાખ રૂપિયા છે. 5 વર્ષની સર્વિસ પૂરી કર્યા પછી ગ્રેજ્યુટી બનવાની શરૂઆત થઈ જાય છે. ગ્રેજ્યુટીની રકમ 2 રીતે નક્કી થાય છે. કંપનીમાં તમારો કાર્યકાલ અને તમારો છેલ્લો પગાર. ગ્રેજ્યુટી નક્કી કરવાની ફોર્મ્યુલા છે- 15 X છેલ્લો પગાર X સર્વિસ પિરીયડ/26

READ  સુરતમાં ઝડપાયું મોટું માનવ તસ્કરી કૌભાંડ, 125થી વધારે બાળકોને પોલીસે છોડાવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments