જમ્મૂ-કાશ્મીરમાં CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, સર્ચ ઓપરેશન શરૂ

us air strikes target iraqi militia killed six people in baghdad america e fari ek vakhat iraq ma kari air strikes 6 loko na mot

જમ્મૂ-કાશ્મીરમાં CRPF જવાનોની એક ટીમ પર ગ્રેનેડ હુમલો થયો છે. મળતી માહિતી મુજબ હુમલો શ્રીનગરના કવાદરા વિસ્તારમાં થયો છે. આ હુમલામાં કોઈ પણ પ્રકારની જાનહાનિની ખબર સામે આવી નથી. હુમલા પછી સમગ્ર વિસ્તાર CRPFએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમરેલીના લીલીયામાં 2 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

તમને જણાવી દઈએ કે શુક્રવાર રાત્રે જ શ્રીનગર પોલીસે એક ઓપરેશન ચલાવીને વર્ષોથી ફરાર આતંકી નિસાર અહમદ ડારની પણ ધરપકડ કરી હતી. આતંકી નિસારની પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં હથિયાર પણ જપ્ત કર્યા હતા. પોલીસને ઈનપુટ મળ્યા હતા કે નિસાર ઘાટીમાં જ છે અને સુરક્ષાકર્મીઓ પર કોઈ મોટા હુમલાનું ષડયંત્ર પણ રચી રહ્યો છે.

READ  સાઉદી અરબમાં PM મોદીની હાજરીથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરેશાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસે જણાવ્યું કે નિસાર લશ્કર-ઐ-તોયબાના ટોપ આતંકી સલીમ અહમદ પરેનો સહયોગી હતો, તેની વર્ષ 2016 અને 2017માં બે વખત PSA હેઠળ ધરપકડ પણ થઈ ચૂકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાહુલના રાજીનામા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે મુકુલ વાસનિકનું નામ આગળ, જાણો તેમનો રાજનીતિક સફર

 

VHP preparing and distributing food to needy people, Ahmedabad | Tv9

FB Comments