સુરતના વેવાઈ-વેવાણની લવસ્ટોરીનો કિસ્સો ફરી થયો તાજો…વેવાઈ અને વેવાણે એક મકાન રાખ્યું ભાડે

Groom's father and bride's mother elope again after families refuse to accept them, Surat

સુરત સહિત રાજ્યભરમાં જે કિસ્સાએ ભારે ચર્ચા ઉભી કરી તે વેવાઇ-વેવાણની લવસ્ટોરી આજે ફરી ચર્ચીત બની છે. વેવાઈ-વેવાણ ફરી ભાગી ગયા છે. સંતાનોની સગાઈ બાદ વેવાઈ-વેવાણ વચ્ચે જૂને પ્રેમ પાંગર્યો હતો. વેવાઈ-વેવાણને પોતાની પત્ની અને સંતાનો સાથે રાખવા માંગતો હતો. જોકે આ કિસ્સામાં પારિવારીક સમાધાન નહોતું થયું. તો બીજી તરફ વેવાણ સમગ્ર ઘટના બાદ તેમના પિયરમાં જ રહેતા હતા, જોકે તેમના પતિએ તેમને સ્વિકારવાનો ઈનકાર કર્યો હતો.

READ  સુરત: કોર્પોરેટરની દાદાગીરી આવી સામે, દબાણ હટાવવા ગયેલા પાલિકા કર્મચારીઓ પર કર્યો હુમલો

આ પણ વાંચોઃ શિવસેનાના મુખપત્ર ‘સામના’ની જવાબદારી એક મહિલાના શિરે, વાંચો વિગત

સત્રો દ્વારા મળતી વિગતો મુજબ. વેવાઈ આ વખતે વેવાણને અન્ય કોઈ જગ્યાએ લઈ જવાને બદલે સુરત શહેરમાં જ સ્થાઈ થયા છે. અન્ય કોઈ વિસ્તારમાં રહેવાને બદલે શહેરના વરાછા વિસ્તારમાં જ રહેવાનું તેમણે પસંદ કર્યું છે. વેવાઈ અને વેવાણે એક મકાન પણ ભાડે રાખ્યું છે. અને નવી ઈનિંગની શરૂઆત કરી છે.

READ  VIDEO: સુરત અગ્નિકાંડમાં માસૂમ 22 મૃતકના પરિવારો દ્વારા અસ્થિ કળશ રેલીનું આયોજન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનિય છે કે, વરરાજાના પિતા અને કન્યાની માતા સંતાનોના લગ્ન પહેલા ભાગી ગયા હતા. વેવાઈ-વેવાણ પહેલેથી એકબીજાને ઓળખતા હતા, તો લગ્ન પહેલા યુવાનીકાળમાં બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. યુવાનીના દિવસોમાં એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, જોકે વર્ષો બાદ બંનેના સંતાનોના લગ્ન નક્કી થતા જૂનો પ્રેમ ફરી તાજા થયો હતો. વેલેન્ટાઈન ડેના દિવસે સંતાનોના લગ્ન નક્કી થયા હતા. જોકે ઘટનાથી વ્યથિત થઈ સંતાનોએ પોતાના લગ્ન તોડી નાખ્યા હતા. અને બંને પરિવારમાં સમાધાન થતા વેવાઈ-વેવાણ ઘરે પરત આવ્યા હતા, જોકે વેવાણના પતિએ તેમને સ્વિકારવાનો ઈનકાર કરતા તેઓ ફરી ભાગી ગયા છે.

READ  સુરત એરપોર્ટે નોંધાવ્યો વિક્રમ, 105 ટકાના પેસેન્જર ગ્રોથ સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments