ધોરણ 10નું 66.97 ટકા પરિણામ, સુરત જિલ્લો પ્રથમ ક્રમે

રાજયમાં ધોરણ 10નું કુલ પરિણામ 66.97 ટકા આવ્યું છે. તેમાં સુરત જિલ્લાનું 76.63 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ 46.38 ટકા આવ્યું છે. 2018માં પણ સુરત જિલ્લો 80.06 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે હતો.

ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 95.56 ટકા અને સૌથી ઓછું ગીર સોમનાથ જિલ્લાના તડ કેન્દ્રનું 17.63 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં 366 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. રાજયની 63 શાળાઓનું 0 ટકા પરિણામ આવ્યું છે. 995 શાળાઓનું 30 ટકાથી પણ ઓછું પરિણામ આવ્યું છે.

 

READ  Aadhaar card privacy issue: Supreme Court refers matter to nine-judge bench - Tv9

ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે વહેલી સવારે બોર્ડની વેબસાઇટ WWW.gseb.org.COM ઉપર જાહેર થયું હતુ.

આ પણ વાંચો: વિપક્ષોના નિશાના પર ફરી EVM, કહ્યું કે એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી

આ વર્ષે ધોરણ 10ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રીપીટર સાથે કુલ 11 લાખ 59 હજાર 762 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષાની કામગીરીમાં કુલ 85 હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યાં હતા. દરેક વિદ્યાર્થીની કારકિર્દી ઘડતર માટે ધોરણ 10નું પરિણામ મહત્વનું છે. જેથી આજના પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

READ  જળ વચ્ચે જોખમાઈ જિંદગી, સુરત લસકાણા-ખોલવડ ખાડીમાં તણાયો યુવક, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments