આ ગુજરાતી પ્રધાનના કારણે ઘર ખરીદવા પર લાગતો GST ઓછો થયો, મોદી સરકાર માટે બન્યા ‘સંકટ મોચક’

ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પટેલ બન્યા મોદી સરકાર માટે સંકટ મોચક

લોકસભા ઇલેક્શન હવે માથે છે ત્યારે કેન્દ્ર સરકાર હવે એક પછી એક રાહતો દેશના વિવિધ સેક્ટર્સને આપી રહી છે. ખેડુતોને રાહત આપ્યા બાદ સમાન્ય અને મધ્યમ વર્ગને ઘર ખરીદવામાં મોટી રાહત કેન્દ્ર સરકારે આપવાની જાહેરાત કરી. એટલે કે નિર્માણાધીન પ્રોજેક્ટના મકાનો પર જીએસટી કાઉન્સિલે ટેક્સનો રેટ 12 ટકાથી ઘટાડીને પાચ ટકા કરી દીધો છે.

#GSTCouncilMeet : Relief for homebuyers as tax on real estate sector slashed to 5%.#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २४ फेब्रुवारी, २०१९

જ્યારે સસ્તાં મકાનો ઉપરના જીએસટી ટેક્સ આઠ ટકાથી ઘટાડીને એક ટકા કરી દેવાયો છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને બીજેપી તરફે લુભાવવા માટે આ યોજના વડા પ્રધાનના આલોચકો માટે સેટ બેક સાબિત થશે. પણ આ કામ કર્યુ એક ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલની મુખ્ય ભુમિકા રહી છે.

READ  સરદાર પટેલ પર કોંગ્રેસ નેતા એવું તે શું બોલ્યા કે વિધાનસભામાં થયો હોબાળો ?, ભાજપે કરી જાહેર માફીની માગ

શું છે નીતિન પટેલનો રોલ ?  

દેશમાં નોટબંધી અને જીએસટી બાદ જે રીતે રિયલ એસ્ટેટની કેડ ભાંગી ગઇ ત્યારે ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના અધ્યક્ષતાા ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના કરવામાં આવી હતી. જેમાં સાત મિનિસ્ટર્સનો સમાવેશ કરવામા આવ્યો હતો. જેમા મહારાષ્ટ્રના નાણા પ્રધાન સુધીર મુગન્તીવાર, કેરળના નાણા પ્રધાન ટીએએમ થોમસ આઇઝેક, પંજાબના નાણા પ્રધાન મન પ્રિતસિહ બાદલ, ઉત્તર પ્રદેશના નાણા પ્રધાન રાજેશ અગ્રવાલ, ગોવાના પંચાયત પ્રધાન મૌવીન ગોડીન્હો કર્ણાટકના નાણા પ્રધાન કૃષ્ણ બાયરે ગૌડા સહિત નાણા મંત્રાલયના પ્રતિનિધીઓનો સમાવેશ થયો હતો

READ  PM મોદી સાથે CM ઉદ્ધવ ઠાકરેની મુલાકાત, જાણો CAA-NRC મામલે શું વાત થઈ?

જેમાં નીતિન પટેલની અઘ્યક્ષતમાં મળેલી ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની કમિટીએ રિયલ એસ્ટેટને ફરીથી દોડતું કરવા અને ઘરનુ ઘર સામાન્ય અને ગરીબ લોકોને કઇ રીતે મળી શકે તે અંગે જીએસટી કાઉન્સિલને એક રિપોર્ટ સોપ્યો હતો. આ રિપોર્ટમાં કેહવાયું હતું કે, મકાનોના ખરીદ વેચાણમાં ખરીદનાર પાસેથી જીએસટી વસુલાય તો તેનાથી સમાન્ય ખરીદનારાઓ માટે આવા અડર કંન્સ્ટ્કશન મકાનો મોંઘા સાબિત થાય છે.

આ પણ વાંચો : હવે પોતાનું ઘર લેવાનું સપનું થશે સાકાર, મોદી સરકારે GSTના દરોમાં કર્યો ધરખમ ઘટાડો

આ અગે નીતિન પટેલની માનીએ તો ગુજરાતમા અનેક રિયલ એસ્ટેટ એજન્સીઓ અને પ્રતિનિધિઓ સાથે ચર્ચા પરામર્શ કરાવાયું હતું. જેમાં આ સેક્ટરને જીએસટીના દરોમાં કેવી રીતે રાહત આપી શકાય તે અંગે ચર્ચા થઇ હતી. વિવિધ રાજ્યોના સુઝાવો લીધા બાદ એક વિસ્તૃત રિપોર્ટ જીએસટી કાઉન્સિલને સોપાયુ હતું. અને સરકારે આ રિપોર્ટના આધારે ઘર ખરીદનારાઓ માટે મોટી રાહત આપી છે. એટલે કે મોદી સરકાર માટે નીતિન પટેલ હાલ સંકટ મોચક બનીને આવ્યા હોય તેમ કહી શકાય કારણ કે ઇલેક્શન દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગને ઘરે મળે તો તેનો સિધો લાભ બીજેપી એટલે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ મળશે.

READ  Navratri Special || Easy Garba steps for beginners on song 'Le Kachuko'

[yop_poll id=1768]

Oops, something went wrong.
FB Comments