એક એવી માગણી જેના લીધે ભાજપ-કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આવ્યા એકમંચ પર, રુપાણી સરકારની સામે કર્યા પ્રહારો

ગુજરાત સરકારના મુખ્ય પ્રધાન વિજય રુપાણી ભલે દાવો કરતા હોય કે, સરકાર સંવેદનશીલ છે. પણ પૂર્વ ધારાસભ્ય અને  કાઉન્સિલના સભ્યોનો આરોપ છે કે, સરકાર સંવેદનશીલ નથી. અધિકારીઓ પર પણ સરકારનો કાબૂ નથી. જેથી તેઓ પૂર્વ ધારાસભ્યો સાથે તોછડું વર્તન કરે છે. જો આવુ જ ચાલતુ રહ્યું તો તેઓ વિધાનસભાના એક્સ કાઉન્સિલના કાર્યાલયને તાળુ મારી દેશે.

પૂર્વ કાઉન્સિલના સભ્યો દ્વારા પેશન્શન, મેડિકલ વીમો અને એસટીમાં મુસાફરી જેવી માંગોને લઈને ગાંધીનગર સર્કિટ હાઉસમાં સંવાદદાતા સંંમેલન યોજાયું હતું. સાથે આ માગણીઓ અંગે મુખ્ય પ્રધાનને વારંવાર લખાયેલા પત્રો પણ કોઈ જવાબ આવ્યો નથી.  ગાંધીનગર સર્કીટ હાઉસમાં પૂર્વ ધારાસભ્ય પરિષદે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં પરિષદના પ્રમુખ બાબુભાઇ શાહે આરોપ લગાવ્યો કે, જે પૂર્વ ધારાસભ્યોની આર્થિક સ્થિતિ સારી નથી. તેમને સરકાર કેટલીક સવલતો આપે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં ચોક્કસ રકમ પેન્શન, મેડિક્લેઇમની જે સુવિધા ધારાસભ્યોને અપાય છે જે પુર્વ ધારાસભ્યોને પણ આપવામાં આવે. એસટી બસમાં પણ તેમને સુવિધા મળવી જોઇએ, એસટી વિભાગના અધિકારીઓ પુર્વ ધારાસભ્યો સાથે તોછડાઇ કરે છે.  આવી માંગણીઓ માટે સીએમ વિજયરુપાણીને સાત સાત વખત પત્ર લખવા છતાં કોઇ જવાબ આપવામા આવ્યો નથી.

READ  નિત્યાનંદ આશ્રમ કેસ, યુવતીઓના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, કેસની તપાસ CBIને સોંપવાની માંગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સૌથી વધુ નારાજ પૂર્વ પ્રધાન જય નારાયણ વ્યાસ દેખાયા હતા. જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, સરકાર જો સરકારની જેમ વર્તે તો ભલ ભલા ચમરબંધીઓને ઠેકાણે પાડી શકાય છે. જો કે સરકાર આને લઈને સંવેદનશીલ નથી.  તમામે યાદ રાખવાની જરરુ છે કે આજનો ધારાસભ્યે કે મંત્રી આવતીકાલે પૂર્વ થઇ જવાના છે. અહીં ઘરના વડીલને માન અપાતું નથી. જે રીતે અધિકારીઓ પૂર્વ ધારાસભ્યો સાથે તોછડાઇ ભર્યું વર્તન કરે છે. સીએમ વિજય રુપાણીએ તેમને કડક સૂચના આપવાની જરુર છે. અત્યારે પૂર્વ ધારાસભ્ય પરિષદની ઓફિસને પણ બદલાઈ છે. જે યોગ્ય જગ્યાએ નથી. જો આવું જ રહેશે તો તાળુ મારી દેવાશે.

READ  Top News Headlines @ 7 PM : 28-04-2017 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જયનારાયણ વ્યાસે તો ત્યાં સુધી કહ્યું કે, હાલની સરકારમાં સંવેદનશીલતાનો અભાવ છે.  તેનામાં અશ્વસથામા વૃતિ છે, જેમ અશ્વથામા મણીથી તેજસ્વી હતો અને મણી કાઢી લીધા પછી તે જીવીત છે પણ ભીખ માંગી રહ્યો છે. તેવી જ રીતે હાલના સત્તાધીશો સત્તામાં છે તો તેજસ્વી છે અને સત્તા ગયા પછી તેમની હાલત પણ અશ્વથામા જેવી જઇ શકે છે.

READ  Gujarat Foundation day: Rahul Gandhi to address tribals in Dediapada village today - Tv9

 આ પણ વાંચો:  VIDEO: અચાનક આખલો વિફર્યો અને લોકો પર કરી દીધો હુમલો, એકનું મોત

વધુમાં તેઓએ ત્યાં સુધી કહી દીધુ કે તેઓ સીએમ કે અન્ય અધિકારીઓ પાસે કોઇ ડેલિગેશન લઇને નહી જાય. સરકારને કરવુ હોય તો કરે. જેના માટે તેઓએ મરીજની બે પક્તિઓ પણ કહી.  ‘અમે ક્યાં કહીએ છીએ કે તમારી હા જ હોવી જોઇએ, પણ તમે ના કહો તો તેમાં વ્યથા હોવી જોઈએ. તમને એ પણ જણાવી દઈએ કે પૂર્વ એમએલએ કાઉન્સિલના સભ્યોમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષના પુર્વ ધારાસભ્યો છે. જેમના માટે આ માગણીઓ કરાઈ રહી છે.

 

Top 9 News From Gujarat: 18/2/2020| TV9News

FB Comments