VIDEO: રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ગાબડું, બે ધારાસભ્યોએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

Rajya Sabha Polls: Congress to bring MLAs back to Gujarat today Congress na MLAs ne aavtikale Gujarat lavase Rajyasabha Polls ma matdan ni talim aapva ekatrit karase

કેન્દ્રની સાથેસાથે હાલ રાજ્યમાં પણ રાજકારણ અને જોડતોડની રાજનીતિ ગરમાતી દેખાઈ રહી છે. ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આગામી 26મી માર્ચે યોજાવાની છે. શાસક પક્ષ ભાજપે નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મૂકતાં તડજોડ અને ધારાસભ્યોના ખરીદ-વેચાણની શક્યતાઓ સેવાઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ ખૂટતા ઉમેદવાર માટે કોંગ્રેસનાં સભ્યોને ક્રોસવોટિંગ માટે અજમાવે તેવી ભીતિનાં પગલે કૉંગ્રેસનાં 20 ધારાસભ્યોને રાજસ્થાનનાં રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યાં છે.

 

આ સાથે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર લીંબડીનાં ધારાસભ્ય સોમા ગાંડા જે કોળી પટેલ છે, જ્યારે ધારીનાં ધારાસભ્ય જે.વી.કાકડીયા બંન્ને મોડી રાતે અધ્યક્ષને મળ્યા હતાં. આ બંન્ને લોકોએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ સાથે ત્રીજા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ હાલ તબિયત સારી ના હોવાને કારણે જયપુર જવાની ના પાડી દીધી છે. તેથી તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો સેવાઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Patidar Anamat Andolan : On hunger strike for two days, Hardik shifted to Surat hospital - Tv9

26મીએ યોજાનારી ચૂંટણી માટે 103 સભ્યની સંખ્યા ધરાવતા ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા સાથે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનના નામની જાહેરાત કરી હતી. આવી જાહેરાત સાથે જ એ બાબત નિશ્ચિત થઈ ગઈ હતી કે મતોની ભાંગફોડ થશે જ. સામા પક્ષે કૉંગ્રેસે પોતાના 73 અને એક અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનાં મતનું સંકલન કરી જરૂરી 74 મત સાથે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનાં નામ આપ્યાં છે. મહત્વનું છે કે, કોંગ્રેસને પોતાના અને એક અપક્ષના મત ઉપરાંત એનસીપીના કાંધલ જાડેજા તેમજ છોટુ વસાવાની પાર્ટી બીટીપીના બે સભ્યોનો ટેકો મળી રહે તેવો આશાવાદ છે.

READ  ભાજપના 4 ધારાસભ્યો ગાંધીનગર 11 વાગ્યે શપથ ગ્રહણ કરશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કૉંગ્રેસનાં ધારાસભ્યો જયપુર જાય તે પહેલાં હર્ષદ રીબડીયા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર સહિત અન્ય સિનિયર ધારાસભ્યો ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સાથે બંધબારણે બેઠક કરી હતી. એરપોર્ટ પર પહોંચેલા ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કહ્યું હતું કે જે કંઈ પૂછવું હોય તે પાર્ટીને પૂછો. હું તો મારા કામ માટે બહારગામ જઈ રહ્યો છું. પૂનમ પરમારે કહ્યું હતું કે, પાર્ટીનો આદેશ છે એ મુજબ અમે અહીં આવી ગયા છીએ. બોર્ડિંગ પાસ મળશે એટલે ખબર પડશે કે ક્યાં જવાનું છે. જ્યારે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, અમે તો જઈ રહ્યા છે. સોમવારે પાછા આવીને વિધાનસભામાં કામગીરી બજાવીશું.

READ  બેન્કમાં ચોરીની ઘટના! માત્ર 22 સેકન્ડમાં જ રૂપિયા 1.64 લાખ રૂપિયાની ચોરી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે રજાનો દિવસ શુભફળદાયક નીવડશે

FB Comments