VIDEO: ભાવનગરમાં કોંગો ફિવરના 3 કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં એકજ પરિવારના ત્રણ સભ્યોને કોંગો ફીવર થતાં કૉર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લા બાદ હવે શહેરમાં પણ કોંગો ફીવરના લક્ષણો દેખાતા આરોગ્ય તંત્રએ આળસ ખંખેરીને કામગીરી હાથ ધરી છે. ગત 21 તારીખે શહેરના કરચલિયા પરા વિસ્તારમાં રહેતી એક મહિલાનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: લગ્નમંડપમાં વર-કન્યા પક્ષ વચ્ચે છુટ્ટાહાથની મારામારી, જુઓ VIDEO

જેથી તેને ભાવનગરની Sir T. General Hospitalમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગે તેના પરિવાર અને આજુબાજુમાં રહેતા લોકોની તપાસ કરી હતી. જેમાં મહિલાના 29 વર્ષના પતિ અને 13 વર્ષના ભત્રીજાને કોંગો ફીવરના લક્ષણો જણાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં સવારે 10 વાગ્યા પછી કોરોનાના નવા 36 કેસ નોંધાયા

જે બંનેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેથી એકજ પરિવારના ત્રણ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો બીજીતરફ આરોગ્ય તંત્રએ સમગ્ર વિસ્તારમાં ફોગિંગ, અને દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી છે.

 

Oops, something went wrong.
FB Comments