VIDEO: બનાસકાંઠામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા, જિલ્લામાં કુલ 6 કેસ થયા

Gujarat: 4 more test positive for coronavirus in Banaskantha

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેર વચ્ચે બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. અહીં વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે. વાવના મીઠાવી ચારણ બાળકના સંપર્કમાં આવેલા એક વ્યક્તિ ઉપરાંત પાલનપુરના ગઠામણમાં કોરોનાના દર્દીના પરિવારના ત્રણ સભ્યોનો રિપોક્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટરપેડ સાથે કારચાલકની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

READ  કોરોના મહામારીની વચ્ચે વડાપ્રધાન મોદી આજે કરશે 'મન કી બાત'

આ ચાર કેસ સાથે બનાસકાંઠામાં કોરોનાના દર્દીની સંખ્યા 6 પર પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ પોઝિટિવ કેસ 770 થઇ ગયા છે. બુધવારે દિવસ દરમિયાન નોંધાયેલા 71 નવા કેસમાં 46 કેસ એક માત્ર અમદાવાદ શહેરમાં નોંધાતા અમદાવાદમાં કોવિડ-19નો કહેર વધ્યો છે. બુધવારે સવારે 10.00 વાગ્યા પછી અમદાવાદમાં સતત કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. આજે સવારથી અત્યાર સુધીમાં વધુ 71 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 46 નોંધાયા છે. સુરતમાં 3, વડોદરામાં 5, રાજકોટમાં 6 અને ભરૂચમાં 2, આણંદમાં 7 તથા નર્મદામાં 2 કેસ નોંધાયા છે. કુલ 766 દર્દીઓ છે. 669 જેટલા લોકો સારવાર હેઠળ છે અને 6 લોકો વેન્ટિલેટર ઉપર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments